તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Postponed The June Term End Examination Due To Corona, Exam Was To Start From June 15

IGNOU:કોરોનાને લીધે યુનિવર્સિટીએ જૂન ટર્મ એન્ડ એક્ઝામ સ્થગિત કરી, 15 જૂનથી પરીક્ષા શરુ થવાની હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ઝામનું નેક્સ્ટ શેડ્યુલ યુનિવર્સિટીની વેબસાઈટ પર 21 દિવસ પહેલાં ડિસ્પ્લે કરવામાં આવશે
  • વિદ્યાર્થીઓ માટે બીજીવાર અસાઈનમેન્ટ સબમિશનની ડેટ લંબાવી

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(ઇગ્નુ)એ દેશમાં વધી રહેલા કોરોના કેસ અને કપરી સ્થિતિને ધ્યાનમાં રાખી જૂન ટર્મ એન્ડ એક્ઝામિનેશન (TEE) સ્થગિત કરી છે. આ પરીક્ષા 15 જૂનથી શરુ થવાની હતી. હાલ પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી. જો કે, વિદ્યાર્થીઓને પરીક્ષા શરુ થયાને ઓછામાં ઓછા 21 દિવસ પહેલાં માહિતી આપવામાં આવશે.

21 દિવસ પહેલાં શેડ્યુલ જાહેર કરશે
આ વિશે જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, એક્ઝામનું નેક્સ્ટ શેડ્યુલ યુનિવર્સિટીની વેબસાઈટ પર 21 દિવસ પહેલાં ડિસ્પ્લે કરવામાં આવશે. આની પહેલાં ઇગ્નુએ TEE માટે અસાઈનમેન્ટ સબમિશન કરવાની છેલ્લી તારીખ 31 મે સુધી વધારી દીધી હતી. એ પછી હવે પરીક્ષા મોકૂફ રાખી છે.

બીજીવાર અસાઈનમેન્ટ સબમિશનની ડેટ લંબાવી
આની પહેલાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને અસાઈનમેન્ટ જમા કરાવવા માટે 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. એ પછી તે લંબાવીને 31 મે તારીખ નક્કી કરી છે. યુનિવર્સિટીએ કોરોનાવાઈરસના વધી રહેલા કેસ જોઈને આ નિર્ણય કર્યો હતો.