તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Launches Mobile App Development Course, Students Will Be Able To Take Admission In This 6 Month Course Only After Passing 12th Standard

સર્ટિફિકટ કોર્સ:IGNOUએ મોબાઇલ એપ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કર્યો, 12મું ધોરણ પાસ કર્યા પછી જ વિદ્યાર્થીઓ આ 6 મહિનાના કોર્સમાં એડમિશન લઈ શકશે

દિલ્હીએક વર્ષ પહેલા

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે. IGNOUના સ્કૂલ ઓફ કમ્પ્યૂટર એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા રજૂ કરવામાં આવેલો આ સર્ટિફિકેટ કોર્સ છ મહિનાનો હશે. આ અંગે IGNOUની ઓફિશિયલ વેબસાઇટ ignou.ac.in પર એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મોબાઇલ ટેક્નોલોજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ આ કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

12મું ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે
આ પ્રોગ્રામમાં થિયરી અને પ્રેક્ટિકલ બેઝ્ડ કુલ 5 અભ્યાસક્રમો છે. દરેક કોર્સમાં બે કમ્પોનન્ટ, અસાઇમેન્ટ અને ટર્મ એન્ડ પરીક્ષા થશે. પ્રોગ્રામમાં એડમિશન લેનારા સ્ટુડન્ટ્સને પ્રિન્ટ ટેક્સ્ટ મટિરિયલ આપવામાં નહીં આવે. તેમણે egyankosh.ac.in પરથી અભ્યાસક્રમ ડાઉનલોડ કરવો પડશે. તેમજ, પ્રેક્ટિકલ કાઉન્સેલિંગ સેશનના સમયે બે સ્ટુડન્ટ્સને એક કમ્પ્યૂટર આપવામાં આવશે. IGNOUના આ કોર્સમાં ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. યુનિવર્સિટીએ આ કોર્સ માટે ક્વોલિફિકેશન 12મું ધોરણ પાસ રાખ્યું છે. આ ઉપરાંત, 10મા ધોરણ પછી 2 કે 3 વર્ષનો ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓ પણ આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે.

એન્ડ્રોઇડ એપ ડેવલપ વિશે જાણકારી મળશે
આ કોર્સ અંતર્ગત વિદ્યાર્થીઓને મોબાઇલ એપ્લિકેશનના ડેવલપમેન્ટ વિશે માહિતગાર કરવામાં આવશે. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં IGNOUએ જણાવ્યું કે, આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ એપ ડેવલપ કરવાનું પણ શીખી શકશે. આ કોર્સ સિલેબસ ડિઝાઇન, અમલ અને યુઝર્સની જરૂરિયાતો માટે એક ડેટાબેઝનું સંચાલન કરશે. પાયથોનનો ઉપયોગ કરીને પ્રોગ્રામ્સ વિકસિત કરશે અને એન્ડ્રોઇડ જેવા IDEs ઉપયોગ પણ કરશે.

કોર્સ માટે અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ https://ignouadmission.samarth.edu.in/ પર જાઓ.
  • અહીં ન્યૂ રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થતાં જ માગવામાં આવેલી ડિટેલ્સ ભરો.
  • ત્યારબાદ ફરી પેજ પર આવો અને રજિસ્ટર્ડ યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કરીને એપ્લિકેશન પ્રોસેસ પૂરી કરો.
અન્ય સમાચારો પણ છે...