તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Launches Master's Course In Astrology, Astrology To Be Taught In 57 Regional Centers

ન્યૂ કોર્સ:IGNOUએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર્સ કોર્સની શરુઆત કરી, 57 રીજનલ સેન્ટરમાં જ્યોતિષશાસ્ત્ર ભણી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કોર્સ માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીનાં વિષયમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે
  • બે વર્ષનો આ કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ એસ્ટ્રોલોજીમાં માસ્ટર પ્રોગ્રામ કોર્સની શરુઆત કરી. આ વિશે ઇગ્નુએ ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, જ્યોતિષની અલગ-અલગ બ્રાંચ વિશે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવાના હેતુથી આ કોર્સની શરુઆત કરવામાં આવી છે. બે વર્ષનો આ કોર્સ હિન્દીમાં ભણાવવામાં આવશે.

આ કોર્સ માટે કોઈ પણ માન્ય યુનિવર્સીટીનાં વિષયમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. આ પ્રોગ્રામ વિશે વધારે જાણકારી મેળવવા માટે ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર વિઝિટ કરી શકો છો.

57 ઇગ્નુ રીજનલ સેન્ટરમાં આ કોર્સ અવેલેબલ હશે
જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, એસ્ટ્રોલોજી પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને કુલ 12,600 રૂપિયા ફી બે પાર્ટમાં જમા કરાવવાની રહેશે. વર્ષની ફી 6300 રૂપિયા અને રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા છે. આ કોર્સ દેશભરના અલગ-અલગ રાજ્યોના 57 ઇગ્નુ રીજનલ સેન્ટર પર ઓફર કરવામાં આવશે.

જુલાઈ સેશન માટે અપ્લાય કરવાની તારીખ લંબાવી
આની પહેલાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જુલાઈ સેશન માટે ઓનલાઈન એડમિશનની તારીખ લંબાવી છે. કેન્ડિડેટ્સ હવે 15 જુલાઈ, 2021 સુધી અપ્લાય કરી શકે છે. પરીક્ષા સાથે જોયેલી વધારે જાણકારી જોવા માટે વેબસાઈટ વિઝિટ કરી શકો છો.