તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Extends The Last Date For Applying OpenMate, B.Ed Entrance Exam, Now Candidates Can Apply Online Till 25 March

IGNOU:ઓપનમેટ, બીએડમાં એડમિશન માટે અપ્લાય કરવાની તારીખ લંબાવાઈ, હવે કેન્ડિડેટ્સ 25 માર્ચ સુધી ઓનલાઇન અપ્લાય કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આની પહેલાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ હતી

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ)એ ઓપનમેટ, બીએડ અને પોસ્ટ બેઝિક બીએસસી(નર્સિંગ) કોર્સમાં એડમિશન માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. આ કોર્સમાં એડમિશન લેવા ઇચ્છતા કેન્ડિડેટ્સ હવે 25 માર્ચ સુધી અરજી કરી શકે છે. આની પહેલાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ હતી, હવે તેમાં 5 દિવસ વધી ગયા છે. કેન્ડિડેટ્સ ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

11 એપ્રિલે પરીક્ષા લેવાશે
બીએડ કોર્સ માટે ઇગ્નુ ઓપનમેટ પરીક્ષા 11 એપ્રિલ 2021ના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. MBA કોર્સ માટે ઇગ્નુ ઓપનમેટ 2021 પરીક્ષા તે જ દિવસે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે.

અપ્લાય કોણ કરી શકે?
ઇગ્નુ MBA ઓપનમેટ 2021 માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે અન્ય ઉચ્ચ શિક્ષા સંસ્થાનમાંથી ઓછામાં ઓછા 50% સાથે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કેન્ડિડેટ અરજી કરી શકે છે. જો કે, રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે ઓછામાં ઓછા 45% અંક નક્કી કર્યા છે. આ કોર્સમાં એડમિશન માટે ઉંમરની કોઈ પણ લિમિટ નથી.

આ રીતે રજીસ્ટેશન કરો:
સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર જાઓ.

હોમપેજ પર ઓપનમેટ અરજીની તારીખ લંબાવી હોય તે લિંક પર ક્લિક કરો.

નવા પેજ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનની લિંક ક્લિક કરો.

હવે આ પેજ પર રજીસ્ટર યોરસેલ્ફની લિંક પર ક્લિક કરો.

એ પછી પૂછેલી જાણકારી ભરી સબમિટ કરો.

લોગ ઈન કરી તમારી અરજી ઓનલાઇન સબમિટ કરી શકો છો.