• Gujarati News
  • Utility
  • IGNOU Extended The Last Date Of Assignment Submission For June Term End Exam 2021, Now You Can Submit Project Work Till August 31

IGNOU TEE 2021:જૂન ટર્મ એન્ડ એક્ઝામ માટે અસાઈનમેન્ટ સબમિશનની તારીખ લંબાઈ, હવે 31 ઓગસ્ટ સુધી પ્રોજેક્ટ વર્ક જમા કરાવી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
  • 31 ઓગસ્ટથી એક્ઝામ શરુ થશે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ જૂન ટર્મ એન્ડ એક્ઝામ (TEE) 2021 માટે એકેડમિક અસાઈનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે કેન્ડિડેટ્સ 31 ઓગસ્ટ સુધી તેમના અસાઈનમેન્ટ સબમિટ કરી શકે છે. યુનિવર્સિટીએ આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

31 ઓગસ્ટ છેલ્લી તારીખ
ઘણા વિદ્યાર્થીઓ નક્કી કરેલી તારીખ પહેલાં અસાઈનમેન્ટ સબમિટ કરી શક્ય નહોતા. આથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સબમિશન ડેટ લંબાવી છે. સોશિયલ મીડિયા પર કહ્યું, ઇગ્નુ 31 ઓગસ્ટ 2021 સુધી TEE જૂન 2021 માટે અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ, નિબંધ, ફિલ્ડ વર્ક જર્નલ, ઇન્ટર્નશિપ વગેરે જમા કરવાની પરમિશન આપે છે.

31 ઓગસ્ટથી એક્ઝામ શરુ થશે
ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે ઇગ્નુ TEE જૂન 2021ની પરીક્ષાઓ 31 ઓગસ્ટથી શરુ થશે. આ પરીક્ષાઓ 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. પરીક્ષા બે શિફ્ટમાં સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યાથી લેવામાં આવશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ સામેલ નહીં થઈ શકે તેમને ડિસેમ્બરમાં વધુ એક મોકો આપવામાં આવશે.