તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Extended The Application Date For June Term End Exam, The Last Date For Assignment Submission Also Extended Till June 30

IGNOU TEE 2021:યુનિવર્સિટીએ જૂન ટર્મ-એન્ડ એક્ઝામ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ લંબાવી, અસાઈનમેન્ટની લાસ્ટ ડેટ પણ 30 જૂન કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે વિદ્યાર્થીઓ 30 જૂન સુધી પ્રોજેક્ટ જમા કરાવી શકે છે
  • જુલાઈ સેશન માટે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ જૂન ટર્મ-એન્ડ એક્ઝામ (TEE)માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. એપ્લિકેશન પ્રોસેસની તારીખ લંબાવવાની સાથે અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ, ફિલ્ડ વર્ક જર્નલ અને ઇન્ટર્નશિપ જમા કરવાનો સમય પણ વધારી દીધો છે. હવે વિદ્યાર્થીઓ 30 જૂન સુધી પ્રોજેક્ટ જમા કરાવી શકે છે. યુનિવર્સિટીએ કોરોનાને લીધે દેશની સ્થિતિને જોઇને આ નિર્ણય લીધો છે.

આની પહેલાં 15 જૂન તારીખ નક્કી કરી હતી
યુનિવર્સિટીએ આની પહેલાં પણ પરીક્ષા ફોર્મ જમા કરાવવાની તારીખ લંબાવી હતી. પહેલાં પણ તારીખ લંબાવીને 15 જૂન રાખી હતી પણ હજુ દેશમાં કોરોનાની સ્થિતિને લીધે એપ્લિકેશન ફોર્મ અને અસાઈનમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ ફરીથી લંબાવી છે. વિદ્યાર્થીઓ જૂન મહિનાનાં અંત સુધીમાં પોતાના કામ પૂરા કરી શકશે.

જુલાઈ સેશન માટે એડમિશન પ્રોસેસ ચાલુ
જૂન TEE 2021 પહેલાં જૂન મહિનામાં લેવાવાની હતી પણ મહામારીને લીધે મોકૂફ રાખી આ ઉપરાંત ઇગ્નુએ જુલાઈ સેશનમાં એડમિશન માટે એપ્લિકેશન પ્રોસેસ પણ ચાલુ કરી હતી. જે કેન્ડિડેટ્સ ODL અને ઓનલાઈન પ્રોગ્રામ માટે અપ્લાય કરવા ઈચ્છે છે તેઓ ઇગ્નુની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર અપ્લાય કરી શકે છે. એડમિશન માટે છેલ્લી તારીખ 15 જુલાઈ નક્કી કરવામાં આવી છે