તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGNOU Extend The Last Date Of Assignment Submission For June Term End Examination Extended, Now Students Will Be Able To Submit Projects Till June 15

IGNOU:જૂન ટર્મ એન્ડ એક્ઝામિનેશન માટે અસાઈનમેન્ટ સબમિશનની લાસ્ટ ડેટ લંબાઈ, હવે 15 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ જમા કરાવી શકશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આની પહેલાં અસાઈનમેન્ટ સબમિટ કરવાની તારીખ 31 મે હતી
  • ડેટ લંબાવ્યાની જાણકારી યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર આપી છે

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU)એ જૂન ટર્મ એન્ડ એક્ઝામિનેશન (TEE) 2021 માટે અસાઈનમેન્ટ સબમિશનની ડેટ લંબાવી છે. યુનિવર્સિટી તરફથી મળેલી જાણકારી પ્રમાણે હવે વિદ્યાર્થીઓ TEE 2021 માટે પોતાના અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ, ઇન્ટર્નશિપ, ફિલ્ડવર્ક જર્નલ 15 જૂન પહેલાં સબમિટ કરી શકે છે. આની પહેલાં અસાઈનમેન્ટ સબમિટ કરવાની તારીખ 31 મે હતી.

સોશિયલ મીડિયાથી જાણકારી આપી
ડેટ લંબાવ્યાની જાણકારી યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, ઇગ્નુએ TEE, જૂન 2021 માટે અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ, ઇન્ટર્નશિપ, ફિલ્ડ વર્ક જર્નલ અબમિટ કરવાની તારીખ 15 જૂન સુધી લંબાવી છે.

ડેટ લંબાવવા માટે વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા હતા
અસાઈનમેન્ટ સબમિશનને લઈને વિદ્યાર્થીઓ સતત ડેટ લંબાવવાનું કહી રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાની બીજી લહેર તો ઘણા વાવાઝોડું યાસથી પ્રભાવિત હોવાને લીધે વધારે સમય માગી રહ્યા હતા. અમુક વિદ્યાર્થીઓને સ્ટડી મટિરિયલ અને અસાઈનમેન્ટ બુકલેટ્સ મળી નહોતી અને આ કારણે અસાઈનમેન્ટ કે પ્રોજેક્ટ જમા કરવાની તારીખ લંબાવી છે.