તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • IGNOU Admission 2021|IGNOU Starts The Admission Process For January Session, Students Can Register Online By 28 February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IGNOU એડમિશન 2021:યુનિવર્સિટીએ જાન્યુઆરી સેશન માટે એડમિશન પ્રોસેસ શરૂ કરી, 28 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

IGNOU (ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી)માં જાન્યુઆરી 2021 સેશન માટે એડમિશન પ્રોસેસર શરૂ થઈ છે. BA, BCOM, BSc, BCOM, PG ડિગ્રી, PG ડિપ્લોમા અથવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસમાં એડમિશન માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ IGNOUના એડમિશન પોર્ટલ ignouadmission.samarth.edu.inનાં માધ્યમથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. જાન્યુઆરી સેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે.

રી-રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ
આ પહેલાં યુનિવર્સિટીએ જાન્યુઆરી 2021 સેશનમાં એડમિશન માટે રી-રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ વધારીને 15 ફેબ્રુઆરી કરી છે. પહેલાં રી-રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. આ સિવાય IGNOUએ ડિસેમ્બર 2020 ટર્મ એન્ડ એક્ઝામિનેશન માટે એક્ઝામ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફરી લંબાવી છે. હવે વિદ્યાર્થીઓ 4 ફેબ્રુઆરી સુધી પરીક્ષા સુધી ફોર્મ ભરી શકે છે.

આ રીતે ઓનલાઈન અરજી કરો

 • સૌ પ્રથમ IGNOUની ઓફિશિયલ વેબસાઈટ ignou.ac.in પર જાઓ.
 • હોમપેજ પર રજિસ્ટર ઓનલાઈન સેક્શનમાં ફ્રેશ એડમિશન પર ક્લિક કરો.
 • હવે ઓપન થતાં નવાં પેજ પર ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
 • રજિસ્ટ્રેશન પેજ ઓપન થતાં યુઝરનેમ અને પાસવર્ડ સબમિટ કરી લોગ ઈન કરો.
 • ત્યારબાદ એપ્લિકેશન ફોર્ભ ભરી આગળની પ્રક્રિયા પૂરી કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો