• Gujarati News
  • Utility
  • Ignoring Acidity Can Lead To Diseases Like Ulcers, Find Out Its Causes, Symptoms And Prevention Measures.

શિયાળામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો:એસિડિટીની અવગણના કરવાથી અલ્સર જેવા રોગો થઈ શકે છે, તેનાં કારણો, લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમે જાણો છો ભારતમાં એસિડિટીથી કેટલા લોકો પીડાય છે? જવાબ 25 કરોડ છે. આ એ લોકોનો આંકડો છે જેને એસિડિટી એક કાયમી રોગ છે. એવા લોકોનો તો કોઈ ડેટા જ નથી જેને એસિડિટી ક્યારેક જ થાય છે. આ ડેટા જોઇને અંદાજ લગાવી શકાય છે કે દેશમાં એસિડિટીની સમસ્યા કેટલી સામાન્ય છે. શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આ ઋતુમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે.

લખનઉના ફિઝિશિયન ડો. શિખા પાંડે જણાવે છે કે, શિયાળામાં એસિડિટીના કેસો સામાન્ય દિવસ કરતાં બમણા હોય છે. આનું મુખ્ય કારણ શિયાળામાં ડાઇજેશન સિસ્ટમ સ્લો થઈ જવું છે. શિયાળામાં લોકો ફિઝિકલ એક્સર્સાઇઝ અને આહાર પ્રત્યે વધુ બેદરકાર બને છે. તેથી, આ પણ એસિડિટીનું એક કારણ હોઈ શકે છે.

એસિડિટી શું છે?

  • ડો. શિખાના જણાવ્યા મુજબ, એસિડ આપણા પેટની ગ્રંથીઓ દ્વારા બને છે, તેને ઓર્ગેનિક એસિડ કહેવામાં આવે છે. જ્યારે આ એસિડ જરૂર કરતાં વધારે બનવા લાગે ત્યારે તે આપણા માટે એક મોટી સમસ્યા બની જાય છે. તેને એસિડિટી કહેવામાં આવે છે.
  • એસિડિટીને કારણે પેટમાં અલ્સર, ગેસ્ટ્રિક સોજો, હાર્ટ બર્ન અને અપચો જેવાં લક્ષણો જોવા મળે છે. ઘણી દવાઓ પણ ગેસ્ટ્રિકનું કારણ બને છે. વધુ પડતો અથવા ભારે ખોરાક ખાવાથી થતી એસિડિટીને કારણે પેટ અને છાતીમાં તીવ્ર બળતરા થાય છે. એસિડિટીવાળા લોકોમાં અપચો અને કબજિયાત પણ સામાન્ય છે.

એસિડિટી થવાનાં કારણો શું હોય છે?
આપણું પેટ સામાન્ય રીતે ગેસ્ટ્રિક એસિડ પેદા કરે છે, જે ડાઇજેશનમાં મદદ કરે છે. ગેસ્ટ્રિક એસિડ એટલે કે પેટમાં બનતું એસિડ લિક્વિડ ફોર્મમાં નહીં પણ ગેસ ફોર્મમાં હોય છે. આપણી બેદરકારીને લીધે અથવા ઠંડી લાગી ગયા પછી તે વધુ પ્રમાણમાં બનવા માંડે છે. તે બનવાના કારણો આટલે સુધી જ મર્યાદિત નથી. જો કોઈ જરૂર કરતાં વધારે તણાવ લે તો પણ તેને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

એસિડિટીનાં પ્રારંભિક લક્ષણો કયા છે?
એસિડિટીનાં ઘણાં લક્ષણો હોય છે, પરંતુ કેટલાક લક્ષણો પ્રોમિનેન્ટ હોય છે. જો તમને પણ આવી તકલીફ સતત દેખાતી હોય તો તમને એસિડિટી છે. પ્રારંભિક લક્ષણોની અવગણના કરશો તો એસિડિટી કાયમી તકલીફ બની શકે છે.

એસિડિટીથી બચવા આટલું ધ્યાન રાખો:
અહીં સારવારની વાત નથી રહ્યા પણ અમે તમને એ જણાવી રહ્યા છીએ કે એસિડિટીથી બચવા માટે શું કરવું?
રિફ્લેક્સ ઉત્પન્ન કરતા ભોજનથી બચો: વધારે મસાલેદાર ભોજન, કોફી અને કાર્બોનેટ યુક્ત ભોજન ન કરવું જોઈએ.
ભોજનને ત્રણને બદલે 5 ભાગમાં વહેંચો: દિવસમાં 3 વખત નિયમિત ભોજન ન ખાઓ, તેને 5 નાના-નાના ભાગમાં વહેંચવું જોઈએ.
નોર્મલ એસિડિટીમાં જ સાવચેત થઈ જાઓ: જો ગેસની તકલીફ હોય તો થોડા દિવસ માટે એસિડિટી ટ્રિગર કરતાં ભોજન ના લો. તેની અવગણના ના કરવી.
ફેટ કંટ્રોલ કરો: જો વજન વધી રહ્યું છે અને શરીરમાં વધારે ફેટ હોય તો તે એસિડિટીનું કારણ બની શકે છે. તેથી શક્ય હોય તેમ ઝડપથી શરીરનું ફેટ કન્ટ્રોલ કરો.
કેટલીક દવાઓ ના લેવી જોઈએ: કેટલીક OTC દવાઓ જેમ કે ઇબ્યુપ્રોફેન, પેરાસિટામોલ એસિડિટી અને બીજી પ્રિસ્ક્રીપ્રાઇબ્ડ દવાઓ જેવી કે, એન્ટિચોલિનર્જીક્સ, ડોપામાઈન જેવી દવાઓ થિયોફાઈલિઈન, સેડેટિવ્સ, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને બીટા બ્લોકર્સથી એસિડિટી થઇ શકે છે. આ દવાઓ ડૉક્ટર કહે તો જ લેવી જોઈએ.

એસિડિટીથી કેવી રીતે છુટકારો મેળવવો?
જો એસિડિટી થઈ ગઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે. ડૉ. શિખાના અનુસાર, તેની સારવાર દરમિયાન સૌથી પહેલા આપણે પોતાના પર કંટ્રોલ કરવો જોઈએ. ખાણી-પીણીથી લઈને ફિઝિકલ એક્ટિવિટી સુધી કોઈપણ બેદરકારી રાખવી મોંઘી પડી શકે છે.

આ 3 ચેકઅપ જરૂરી
PHની દેખરેખઃ
આ એસોફેગસમાં એસિડના લેવલની તપાસ કરે છે. આ ડિવાઈસ ડૉક્ટર દ્વારા એસોફેગસમાં નાખવામાં આવે છે, આ એસોફેગસમાં એસિડની માત્રાને માપવા માટે 2 દિવસ માટે ત્યાં રાખવામાં આવે છે.
બેરિયમ સ્વલ્લોઃ આ નેરો એસોફેગસ અને અલ્સરની જાણકારી મેળવવામાં મદદ કરે છે. જો વધારે સમસ્યા થઈ રહી છે તો તમારે આ ટેસ્ટમાંથી પસાર થવું જોઈએ.
એન્ડોસ્કોપીઃ નીચેના ભાગમાં નાના કેમેરાની સાથે એક લાંબી, લચીલા પ્રકાશવાળી ટ્યુબને મોં દ્વારા નાખવામાં આવે છે અને કેમેરાથી એસોફેગસની મદદથી પેટની સમસ્યાઓની જાણકારી મેળવી શકાય છે.

ખોરાકમાં આ વસ્તુઓને સામેલ કરો
બદામઃ તે પેટના દુખાવાથી રાહત આપે છે અને એસિડિટીને સંપૂર્ણ રીતે રોકે છે. તેને ખાવામાં એક વાતનું ધ્યાન રાખવું કે બદામ હંમેશાં જમ્યા પછી જ ખાવી અને 4 બદામથી વધારે ન ખાવી.
કેળાં અને સફરજનઃ કેળાંમાં પ્રાકૃતિક રૂપથી એન્ટાસિડ હોય છે. તેથી, આ ફ્રૂટ્સ પણ રાત્રે જમ્યા પછી ખાઈ શકાય છે. તે પેટમાં જરૂર કરતા વધારે એસિડ નથી બનવા દેતું.
નારિયેળ પાણીઃ નારિયેળ પાણી પીતી વખતે શરીરનું PH એસિડિક લેવલ ક્ષારયુક્ત થઈ જાય છે અને તે એસિડની ગંભીર અસરોથી બચાવે છે. તે ફાઈબરયુક્ત પાણી હોય છે. તેનાથી પાચન પણ સરળતાથી થઈ જાય છે અને એસિડિટીના પ્રેશરને પણ ઘટાડે છે.