તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • IGC Navik GD & Yantrik Recruitment 2021: 350 Vacancies For Navik GD & Yantrik Posts, Indian Coast Guard Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે નાવિક અને યાંત્રિક માટે 350 જગ્યા પર ભરતી જાહેર કરી, એપ્લિકેશન પ્રોસેસ 2 જુલાઈથી શરુ થશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે
  • આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 અને 12 પાસ હોવા જોઈએ

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (IGC)એ નાવિક(જનરલ ડ્યુટી), નાવિક(ડોમેસ્ટિક બ્રાંચ) અને યાંત્રિકની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 350 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 2 જુલાઈથી શરુ થશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 16 જુલાઈ સુધી joinindiancoastguard.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 અને 12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ/મેકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ અને ટેલીકમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડીપ્લોમા હોલ્ડર પણ અપ્લાય કરી શકે છે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 2 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ

જગ્યાની સંખ્યા- 350

જગ્યાસંખ્યા
નાવિક (જનરલ ડ્યુટી)260
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)50
યાંત્રિક20
યાંત્રિક (વિદ્યુત)13
યાંત્રિક(ઇલેક્ટ્રોનિક્સ)07

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
UR/OBC/EWS- 250 રૂપિયા
SC/ST- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે joinindiancoastguard.cdac.in દ્વારા અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: