• Gujarati News
 • Utility
 • If...if...glowing Skin Doesn't Lead To A Skin Infection, Take Care Of Your Skin This Winter

કામના સમાચાર:જો...જો...ગ્લોઈંગ ત્વચાના ચક્કરમાં સ્કિનનું ઇન્ફેક્શન ન થાય, શિયાળામાં આ રીતે સ્કિનનું ધ્યાન રાખો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે શેરીએ-શેરીએ બ્યુટીપાર્લર અને બ્યુટીસલૂન જોવા મળે છે. મહિલાઓ અને પુરુષો સ્કિન ગ્લો માટે ફેશિયલ કરાવે છે. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે, ફેશિયલના કારણે ચહેરો ચમકવાની બદલે ખરાબ પણ થઇ શકે છે. આ ઘટના બહુ જ લોકો સાથે બનતી હોય છે, તે સમયે તમને મનમાં વિચાર આવ્યો હશો કે, ફેશિયલ ક્રિમ સસ્તું હશે અથવા તો જૂનું હશે. આજે કામના સમાચારમાં આપણે તે વિશે વાત કરીશું.

સિંગર જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. તેણે કહ્યું કે ફેશિયલ કરાવ્યા બાદ તેના ચહેરા પર સ્કિન પર્જિંગ થયું છે. જસ્ટિને તેના ચહેરા પર પિમ્પલ્સ છુપાવતા સ્ટાર પેચ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. જુઓ જસ્ટિન બીબરની સ્ટોરી

સ્કિન પર્જિંગ શું છે? જેના લગતા પ્રશ્નોના જવાબો જાણો મુંબઈના ડર્મેટોલોજિસ્ટ ડૉ. નિકિતા સોનાવણે અને ડર્મેટૉલોજિસ્ટ અને દાદુ મેડિકલ સેન્ટર, દિલ્હીના સ્થાપક ડૉ. નિવેદિતા દાદુ, પાસેથી.

સવાલ : શું છે સ્કિન પર્જિંગ, જે ફેશિયલ બાદ થાય છે?
જવાબ : એક ઉદાહરણથી સમજીએ...
ધારો કે, તમે કોઈપણ પિમ્પલ, એન્ટિ એજિંગ અથવા પ્યુરિફાઈંગ સ્કિન કેર ક્રીમ લગાવો છો. તે સમયે તમે વિચાર્યું હશે કે, તમારી ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ થશે પરંતુ તેનાથી વિરુદ્ધ અસર જ જોવા મળે છે. અચાનક જ ત્વચા સારી થવાને બદલે, ચહેરા પરની ત્વચામાં સમસ્યા થવી અને ખીલ દેખાવવા લાગે છે. આ સ્થિતિને પર્જિંગ કહેવામાં આવે છે.

સ્કિન પર્જિંગ એક થોડા સમય માટે થતું સ્કિનનું રિએક્શન છે. જેમાં...

જ્યારે તમે કોઈ ક્રીમ લગાવો છો તો ત્યારે તે જગ્યાએ તમને ડેડ સેલ્સ એક્સફોલિએટ છૂટે છે. એટલે સરળ ભાષામાં કહેવામાં આવે તો ત્વચા ઊઘડવા લાગે છે.

કેટલાક માઇક્રો કોમેડોન્સ, જે તમારી ત્વચાની નીચે હોય છે. તેઓ ઉપર આવે છે. આ કારણે ચહેરા પર લાલ દાઝ દેખાય છે. કેટલાક લોકોને પરુ સાથે ખીલ પણ હોઈ શકે છે.

સવાલ : સ્કિન પર્જિંગ અને એક્ને બ્રેકઆઉટ, બંનેમાં ખીલ થાય છે, કેવી રીતે ખબર પડશે કે, સ્કિન પર્જિંગની સમસ્યા છે કે, એક્નેની?
જવાબ : આ માટે નીચે આપેલા ગ્રાફિકને વાંચો અને બીજા સાથે શેર કરો-

સવાલ : સ્કિન પર્જિંગનું મુખ્ય કારણ શું છે?
જવાબ : ડૉ. ચાંદની જૈન ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ માટે 2 મુખ્ય કારણ છે.

 • નવી સ્કિનકેર પ્રોડક્ટ જે તમારી ત્વચાને અનુરૂપ નથી.
 • ફેશિયલ ટ્રીટમેન્ટ

સવાલ : ફેશિયલથી સ્કિન પર્જિંગની સમસ્યા કેમ થઇ જાય છે?
જવાબ : આ ચાર પોઇન્ટથી સમજીએ.

 • ફેશિયલ ટ્રીટમેન્ટમાં અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
 • તેનાથી ચહેરાનાં ગંદાં છિદ્રો, પિમ્પલ્સ, તેલ અને ગંદકી સાફ થાય છે.
 • કેટલાક કિસ્સાઓમાં તે પ્રતિક્રિયા આપે છે. ચહેરા પર બળતરા સાથે ડેડ સ્કિન ઊભરી આવે છે.
 • આ રીતે જેવી ફેશિયલ ટ્રીટમેન્ટ સ્કિન પર્જિંગનું કારણ બની શકે છે.

કેમિકલ પીલ બાદ પર્જિંગ થવા સામાન્ય છે. એડવાન્સ ફેશિયલ અને વધુ ક્લીન્ઝિંગ ફેશિયલ પછી પર્જિંગ સામાન્ય છે. એડવાન્સ ફેશિયલ એટલે- માઇક્રો-નીડલિંગ અથવા કેમિકલ પીલ. ચહેરાની મસાજ ત્વચા પર અસર કરે છે અને તેને ઇફેક્ટ કરી શકે છે. જેના કારણે ત્વચાની અંદરની ઘણી વસ્તુઓ બહાર આવી શકે છે. કેટલીકવાર પરુ સાથે પિમ્પલ્સ પણ થઇ શકે છે.

સવાલ : સ્કિન પર્જિંગનાં લક્ષણો શું છે?
જવાબ : ડૉ. અભિષેક પિલાની, ડર્મેટોલોજિસ્ટ, એશ્યોર ક્લિનિકના જણાવ્યા અનુસાર…

 • ચહેરા પર ખીલ થવા
 • ખીલ નાના અને લાલ થઈ જાય છે
 • ખીલમાં દુખાવો
 • વ્હાઇટહેડ્સ
 • બ્લેકહેડ્સ

સવાલ : લાંબા સમય સુધી કોઈપણ સમસ્યાને અવગણવાથી તે વધી શકે છે, સ્કિન પર્જિંગ માટે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે?
જવાબ : જો તમને લાગે છે કે 5 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને તમારી પર્જિંગ અથવા ખીલ એમનેમ છે, તો આ સમસ્યા વધી શકે છે. આ કિસ્સામાં તમારે ત્વચા નિષ્ણાત પાસેથી સારવાર લેવી જોઈએ.

સવાલ : સ્કિન પર્જિંગની સમસ્યા ઘટાડવા માટે શું કરવું જોઈએ?
જવાબ : આ માટે તમારે...
ચહેરા પર કોઈપણ પ્રકારની નવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો. પહેલા તે પ્રોડક્ટને તમારા હાથ પર લગાવીને ટ્રાય કરો. જો કોઈ રિએક્શન થાય તો ઉપયોગ કરશો નહીં.
આ પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરશો નહીં, જેમાં ઘણાં કેમિકલ હોય અને વધુ પડતા એક્સફોલિએટ હોય.
લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં ન રહો. કારણ કે સીધા યુવી કિરણો તમારી ત્વચા માટે જોખમી છે. ખાસ કરીને તે લોકો માટે જેમની ત્વચા સંવેદનશીલ હોય છે.
પિંપલ્સ અથવા તમારી ત્વચા પરના કોઈપણ નિશાન વિશે ચિંતા કરશો નહીં.તમારા હાથથી આ પિંપલ્સને સ્પર્શ કરવાનો અને દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં.
કેમિકલમુક્ત પ્રોડક્ટ અથવા ત્વચા નિષ્ણાતની ભલામણ કરેલ ક્રીમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
તમારા ચહેરા અથવા શરીરને સાફ કરતી વખતે ખાતરી કરો કે ટુવાલ એકદમ સ્વચ્છ છે અને ટુવાલનું ફેબ્રિક નરમ છે.
સસ્તા બ્યુટીપાર્લર અને સલૂન્સમાં ન પડો.

શિયાળામાં સ્કિન કેર અંગે જણાવે છે શહનાઝ હુસૈન

શિયાળામાં 2 કારણ છે

 • શિયાળામાં લોકો આળસને કારણે ચહેરો ધોતા નથી. જેના કારણે તૈલી ત્વચાવાળા લોકોને ચહેરા પર ધૂળ અને માટીના કારણે ખીલની સમસ્યા વધી જાય છે.
 • તણાવ, અસ્વસ્થ આહાર, હોર્મોનલ અસંતુલનને કારણે શિયાળામાં ચહેરા પર ખીલ વધારે જોવા મળે છે.

ખીલથી બચવા માટે આ વસ્તુને ડાયટમાં સામેલ કરો

 • તમારા ડાયટમાં તાજાં ફળો, સલાડ, સ્પ્રાઉટ્સ, દહીંનો સમાવેશ કરો.
 • દરરોજ 6 થી 8 ગ્લાસ પાણી પીવો.
 • એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરીને સવારે ખાલી પેટ પીવો.