તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If Your Relative Dies In Corona, You Will Need To File An Income Tax Return. Find Out The Rules Here.

કામની વાત:કોરોનાથી તમારા સગા-સંબંધીનું મૃત્યુ થઈ જાય તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવો પડશે, અહીં જાણો તેને લઈને શું નિયમ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે ઘણા લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘણી વખત જોવા મળે છે કે, કરદાતાનું મૃત્યુ થયા બાદ તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં નથી આવ્યું, પરંતુ આવું કરવું ખોટું છે. ઈન્કમ ટેક્સ એક્ટના અનુસાર, દરેક તે વ્યક્તિ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું ફરજિયાત છે, જેની આવક સંબંધિત નાણાકીય વર્ષમાં ટેક્સેબલ લિમિટમાં આવતી હોય, ભલે પછી તેનું મૃત્યુ પણ કેમ ન થઈ ગયું હોય.

કરદાતાના મૃત્યુ બાદ કોણે ટેક્સ ભરવો પડશે
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તે વ્યક્તિની ઈન્કમ ટેક્સ ભરવાની જવાબદારી તેના વારસદારની હોય છે. મૃત ટેક્સપેયર માટે ITR ફાઈલ કર્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગ કાયમી ધોરણે તે મૃત ટેક્સપેયરનું અકાઉન્ટ બંધ કરી દે છે. હકીકતમાં મૃતકનું રિટર્ન ફાઈલ કરવા માટે નાણાકીય વર્ષના શરૂઆતથી કરદાતાના મૃત્યુની તારીખ સુધી ઈન્કમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કાનૂની વારસદાર અથવા કાનૂની પ્રતિનિધિની તરફથી પરિવારના મૃતક સભ્યોનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે.

તેને લઈને શું નિયમ છે?
ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 159 અંતર્ગત જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેના કાનૂની વારસદારને ટેક્સ ભરવો પડશે. તેથી જો તમે કાનૂની વારસદાર છો, તો સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે અને મૃતકના કાનૂની પ્રતિનિધિ તરીકે પોતાને નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ મૃત કરદાતા વતી IT રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી મળે છે.

જો કરદાતાએ તેના મૃત્યુ પહેલાં વસિયત તૈયાર ન કરાવી હોય તો ભારતીય ઉત્તરાધિકારના નિયમ પ્રમાણે, જે વ્યક્તિની મૃતકની સંપત્તિ પર અધિકાર હશે તેને આવકવેરા સંબંધિત જવાબદારીનું પાલન કરવું પડશે.

મૃતકની આવકની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
નિયમ અનુસાર, નાણાકીય વર્ષની શરૂઆતથી મૃત્યુ સુધીની આવકને મૃતકની આવક માનવામાં આવે છે. મૃતકથી વારસામાં મળેલી સંપત્તિમાંથી પ્રાપ્ત આવકને કરપાત્ર ગણવામાં આવે છે.

ઉત્તરાધિકારીએ શું કરવું પડશે?
કરદાતાના મૃત્યુ પછી તેના ઉત્તરાધિકારી પર રિટર્ન ફાઈલ કરવાની જવાબદારી આવી જાય છે. ઉત્તરાધિકારીને જ તેનું રિટર્ન ફાઈલ કરીને આવકવેરો ભરવાનો હોય છે. તે સિવાય જો મૃત્યુ પહેલા કોઈ નોટિસ જાહેર થાય છે તો તેની જવાબદારી પણ ઉત્તરાધિકારીની જ રહેશે. તેની કાર્યવાહી મૃત્યુની તારીખથી વારસદારની વિરુદ્ધ ચાલુ રહી શકે છે. એટલા માટે બધી બાબતોનો સમયસર નિકાલ કરવો તે વધુ સારું રહે છે.

આ દસ્તાવેજ જરૂરી છે
રિટર્ન ફાઈલ કરવા માટે બેંક સ્ટેટમેન્ટ, રોકાણના દસ્તાવેજ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની જરૂર હોય છે, જેથી ઈન્કમ ટેક્સનું મૂલ્યાંકન કરવામાં આવે. કાયદેસરના વારસદાર તરીકે મૃતક વ્યક્તિનું રિટર્ન ફાઈલ કરવા માટે સૌથી પહેલા IT ડિપાર્ટમેન્ટની પાસે રજિસ્ટર કરાવવું પડશે. આ પ્રક્રિયા માટે ડેથ સર્ટિફિકેટ, મૃત વ્યક્તિનું પેન કાર્ડ, કાયદાકીય વારસદારનું સેલ્ફ-અટેસ્ટેડ પેન કાર્ડ અને કાનૂની વારસના પ્રમાણપત્રની કોપી જરૂરી હોય છે.

પેન કાર્ડ રદ કરવું પણ જરૂરી છે
વ્યક્તિના મૃત્યુ બાદ તેને રદ કરાવવું જરૂરી હોય છે. વ્યક્તિના કાનૂની વારસદાર અથવા વ્યક્તિના સંબંધી પેન કાર્ડ કેન્સલ કરવા માટે આવકવેરા વિભાગને અરજી કરી શકે છે. રિટર્ન ફાઈલ કરવા અને બાકી ટેક્સની ચૂકવણી કર્યા બાદ અસેસમેન્ટ ઓફિસરને પેન કેન્સલ કરવા માટે લેખિત અરજી આપવી પડશે. આવકવેરા વિભાગ અરજીની ચકાસણી કર્યા પછી પેન કાર્ડને કેન્સલ કરશે.