તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If Your Group Insurance Plan Is Not Sufficient In Corona Period, You Can Update It With 'Super Top Up'

હેલ્થ ઈન્શ્યોરન્સ:કોરોનાકાળમાં તમારો ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્લાન પૂરતો ન હોય તો, તેને 'સુપર ટોપ-અપ' સાથે અપડેટ કરી શકો છો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે તેમની કંપનીની તરફથી મળેલા ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન તેમના અને તેમના પરિવાર માટે પૂરતો નથી. આવી સ્થિતિમાં લોકો પોતાનો પ્લાન અપગ્રેડ કરાવવાનું અથવા નવી પોલિસી લેવાનું વિચારી રહ્યા છે. અમે તમને જણાવી રહ્યા છે આવી સ્થિતિમાં તમારી પાસે કયા વિકલ્પો છે. જેથી તમે તમારા માટે યોગ્ય ઓપ્શન પસંદ કરી શકો.

ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી શું છે?
ગ્રુપ લાઇફ ઇન્શ્યોરન્સ એક એવો વીમો છે જે કંપની તેના કર્મચારીઓ અને તેમના પરિવારોને આપે છે. કોઈ કંપની અથવા ફર્મ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોને લાઇફ ઇન્શ્યોરન્સ આપવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગ્રુપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પૂરો પાડે છે. આ કર્મચારીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અપગ્રેડ કરાવી શકાય છે
જો તમે તમારા પરિવાર માટે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ (કોર્પોરેટ પ્લાન) લીધો હોય તો તમે કવરની રકમ વધારી શકો છો. આવું કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે કારણ કે, તેમાં કોઈ વેટિંગ પિરિઅડ નથી હોતો. તેથી, કવરેજ તરત જ લાગુ થઈ જશે. તમે તમારી કંપની સાથે વાત કરી શકો છો અને પ્લાન અપગ્રેડ કરાવી શકો છો.

'સુપર ટોપ-અપ' પણ એક સારો વિકલ્પ છે
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, તમારા વીમાની રકમ પૂરતી ન હોય તો, આવી સ્થિતિમાં તમે તમારા કવરને 'સુપર ટોપ-અપ' સાથે પણ અપગ્રેડ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યાનુસાર, આવી સ્થિતિમાં 'સુપર ટોપ-અપ' કવર લેવું યોગ્ય રહેશે, તે તમને ઓછા ખર્ચે વધુ કવર આપશે. સુપર ટોપ અપ હેલ્થ પ્લાન એ લોકો માટે એક્સ્ટ્રા કવર હોય છે જેની પાસે પહેલેથી જ હેલ્થ પોલિસી છે. તે ઘણી ઓછી કિંમતે મળી જાય છે.

જો નોકરી જવાનું જોખમ હોય તો અલગથી પ્લાન લેવો યોગ્ય રહેશે
કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે. જો તમારી પણ આ સમસ્યા છે તો તમારે અલગ પોલિસી લેવી યોગ્ય રહેશે. કેમ કે નોકરી જવા પર કંપનીની તરફથી મળેલી પોલિસી કામ નહીં કરે. આવી સ્થિતિમાં 'સુપર ટોપ-અપ' તમારા માટે યોગ્ય નહીં રહે. તેથી તમારે તમારી જરૂરિયાત પ્રમાણે, એક હેલ્થ ઈન્શ્યોરન્સ કવર લેવો જોઈએ.

કોરોના માટે તમે અલગ પ્લાન પણ લઈ શકો છો
જો તમે કોરોનામહામારી માટે અલગ પ્લાન લેવા માગો છો તો ‘કોરોના કવચ’ પ્લાન લઈ શકો છો. આ પ્લાનને કોરોનાકાળમાં લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ થવું, તેના પહેલાં અને ત્યારબાદ, ઘરમાં સારસંભાળ દરમિયાન સારવારથી જોડાયેલા અન્ય ખર્ચા કવર થાય છે.

કોરોના કવચ પોલિસી માટે ઈન્શ્યોરન્સની મિનિમમ રકમ 50 હજાર રૂપિયા અને મેક્સિમમ રકમ 5 લાખ રૂપિયા (50 હજાર રૂપિયાના મલ્ટિપલમાં) છે. ઈન્શ્યોરન્સનો સમયગાળો ઓછામાં ઓછો 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિનાનો હોઈ શકે છે. તેના મૂળ કવરનું પ્રિમિયમ 500થી 5,500 રૂપિયા (GST વગર) રહેશે.

2થી 5 લાખ સુધીનું કવર પૂરતું છે
મહાવીર ચોપરાના જણાવ્યા પ્રમાણે, કોરોનાની સારવારનો સરેરાશ ખર્ચ 2.50 લાખની આસપાસ આવે છે. આવી સ્થિતિમાં કોરોનાની સારવાર માટે 2થી 5 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર પૂરતો છે. કોરોના થવા પર જો તમારી પાસે કોરોના કવચ પોલિસી હશે તો તે તમને યોગ્ય સારવાર અપાવવામાં મદદ કરી શકે છે.