• Gujarati News
  • Utility
  • If You Want To Raise Funds For Marriage Starting From Children's Studies, Invest In Government Schemes Like PPF, NSC,

રોકાણ:બાળકોના અભ્યાસથી માંડી લગ્ન માટે ફંડ એકત્રિત કરવા માગતા હો તો, PPF, સુકન્યા, જેવી સરકારી સ્કિમમાં રોકાણ કરો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક 7.1% વ્યાજ મળી રહ્યું છે
  • છોકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમુદ્ધિ યોજના સારી સરકારી યોજના છે.

રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે તેની સીધી અસર તમારા ફાઈનાન્શિયલ ગોલ પર પડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે રોકાણ કરતાં પહેલા માર્કેટમાં હાજર બધા વિકલ્પો જોવા જોઈએ. તેમાં મળતા રિટર્ન અને રિસ્ક જેવા ફેક્ટર્સની તપાસ કરવી જોઈએ. જો તમારું રોકાણ જરૂરિયાત પ્રમાણે હશે તો ગોલ પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.

અહીં જાણો ત્રણ સરકારી યોજનાઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. આ સ્કિમ્સને પોર્ટફોલિયોમાં સામેલ કરી તમે અલગ અલગ ફાઈનાન્શિયલ ગોલ પૂરા કરી શકો છો. આ તમામ સ્કિમ્સના અલગ અલગ ફાયદા છે, તેથી કંઈ સ્કિમ સારી છે તે તમારા ગોલ પર નિર્ભર રાખે છે.

1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કિમ એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. આ સ્કિમ અંતર્ગત અત્યારે વાર્ષિક 7.1% વ્યાજ મળી રહ્યું છે. તેમાં રોકાણ કરી તમે સરળતાથી 1 કરોડથી વધુનું ફંડ તૈયાર કરી શકો છો. તેમાં જે રિટર્ન મળે છે તે સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. વર્ષ દરમિયાન જમા કરવામાં આવેલી રકમને IT એક્ટની કલમ 80C અંતર્ગત ડિડક્શન તરીકે ક્લેમ પણ કરી શકાય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ખોલાવી શકાય છે. આ અકાઉન્ટમાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે. PPF અકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે, જો કે મેચ્યોરિટીના એક પહેલા તેને 5-5 વર્ષ માટે વધારી શકાય છે. એટલે કે તમે આ સ્કિમમાં કુલ 25 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તમે 15,20 અથવા 25 વર્ષ પછી તમારા પૈસા ઉપાડી શકો છો. આ સ્કિમ તમને ગેરેંટેડ રિસ્ક ફ્રી રિટર્ન આપે છે.

2. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કિમમાં વાર્ષિક 6.8% રિટર્ન મળે છે. NSCમાં કરવામાં આવેલા રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80c અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ પણ મળે છે. આ સ્કિમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે NSCમાં ગમે એટલી રમક રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. NSCનો લોકઈન પિરિયડસ 5 વર્ષનો છે.

આ સ્કિમમાં બાળકોના નામથી પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે. જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરનું છે તો તેના નામ પર માતા-પિતાની તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરમાં બાળક પોતાનું અકાઉન્ટ જાતે ઓપરેટ કરી શકે છે, તેમજ પુખ્ત વય થવા પર તેને ખાતાની સંપૂર્ણ જવાબદારી મળી જાય છે. જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 6 મહિનાનો સમય લાગશે.

3. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
છોકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમુદ્ધિ યોજના સારી સરકારી યોજના છે. તમે 0થી 10 વર્ષ સુધીની દીકરીના નામે જ્યાં સુધી તે 14 વર્ષની ન થાય ત્યાં સુધી રોકાણ કરી શકો છો. અત્યારે આ યોજનામાં રોકાણ કરવા પર 7.6% વ્યાજ મળે છે. દીકરી જ્યારે 21 વર્ષની થઈ જાય ત્યારે એકસામટી રકમ વ્યાજ સહિત મળશે. SSY અકાઉન્ટ મિનિમમ 250 રૂપિયામાં ખોલી શકાય છે અને મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ પ્રતિ વર્ષ છે.

એક પરિવારમાં મહત્તમ બે છોકરીઓ માટે આ ખાતું ખોલાવી શકાય છે. જોડિયા અથવા ત્રણ બાળકોના જન્મના કિસ્સામાં બેથી વધુ ખાતા ખોલાવી શકો છો. તેમાં ખાતું ખોલવા માટે છોકરીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. આ સ્કિમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ક્યાંય પણ ખોલી શકાય છે. તેમાં મળતું રિટર્ન ફિક્સ હોય છે અને તેમાં રોકાણ અને મેચ્યોરિટી, બંનેમાં ટેક્સ લાભ પણ મળે છે.