તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Want To Move To New Job Roles, Then Remove Your Skill Gap And Update Yourself With These Professional Short Courses

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કિલ ડેવલપમેન્ટ:નવી નોકરી મેળવવા માટે જરૂરી સ્કિલ ડેવલપમેન્ટના કેવા કોર્સ કરવાથી લાભ મળશે જાણો તેનું લિસ્ટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IIMBXના માઈક્રોમાસ્ટર્સ પ્રોગ્રામ ઈન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સમાં અકાઉન્ટિંગ, HR, ફાઈનાન્સ, માર્કેટિંગ સહિતના વિષયો વિશે માહિતી મેળવી શકાશે
  • ડેટા સાયન્સ ક્ષેત્રે સ્કિલ્સ વિકસાવવા માટે harvardXનો ડેટાસાયન્સ કોર્સ કરી શકાય છે

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2030 સુધી વિશ્વભરમાં 14% લોકોએ બેરોજગારીથી બચવા માટે નવી નોકરી મેળવવા માટે નવી સ્કિલ્સ ડેવલપ કરવી પડશે. તેથી જે લોકો પોતાને અપડેટ કરી નવી સ્કિલ્સ શીખતા જશે તેઓ ફાયદામાં રહેશે. જો તમે નવી જોબ માટે નવી સ્કિલ્સ શીખવા માગો છો તો શોર્ટ કોર્સિસની મદદથી તમે તમારી સ્કિલ્સ ડેવલપ કરી શકો છો. આ શોર્ટ કોર્સિસ કયા છે આવો જાણીએ...

ધ આંત્રપ્રિન્યોરિયલ એજ- લંડન બિઝનેસ સ્કૂલ
જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માગો છો તો તમારી પાસે આંત્રપ્રિન્યોરશિપનું જ્ઞાન હોવું જરૂરી છે. લંડન બિઝનેસ સ્કૂલનો આ પ્રોગ્રામ તમારી સ્કિલ્સમાં વધારો કરશે અને ફાઈનાન્સથી જોડાયેલા તમારા સવાલાનો જવાબ શોધવામાં તમારી મદદ કરશે. સાથે જ આ પ્રોગ્રામમાં ઈન્વેસ્ટર્સને તમારા બિઝનેસ માટે કેવી રીતે સંમત કરવા તેની પણ ટિપ્સ મળશે. આ કોર્સ 12 અઠવાડિયાંનો છે.

માઈક્રોમાસ્ટર્સ પ્રોગ્રામ ઈન બિઝનેસ મેનેજમેન્ટ-IIMBX
કોઈ પણ ક્ષેત્રે બિઝનેસ મેનેજમેન્ટ પર્સનલ ગ્રોથ માટે શીખવું જરૂરી હોય છે. IIM બેંગલોરનો આ કોર્સ 10 મહિનાનો છે. આ કોર્સમાં અકાઉન્ટિંગ, HR, ફાઈનાન્સ, માર્કેટિંગ સહિતના વિષયો વિશે માહિતી મળે છે. સાથે જ IIMBના ઓન કેમ્પસ પ્રોગ્રામ્સમાં ભાગ લેવાની તક પણ મળે છે.

ડેટાસાયન્સ કોર્સ-harvardX
એક રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2020માં ડેટા સાયન્સ ક્ષેત્રે 1.5 લાખ લોકોને નોકરીની તક મળશે, જે ગત વર્ષ કરતાં 62% વધારે છે. harvardXના આ પ્રોફેશનલ્સ કોર્સમાં કેસ સ્ટડીમાં વિદ્યાર્થીઓમાં સ્કિલ સેટનો વિકાસ થાય છે. તેમાં ડેટા માઈનર્સ અને સ્ટેટિસ્ટિશિયન્સમાં ઉપયોગી R-પ્રોગ્રામિંગ પણ સામેલ છે. તેનો ઉપયોગ સોફ્ટવેર બનાવવા અને ડેટા એનાલિસિસમાં થાય છે.

માઈક્રોમાસ્ટર્સ પ્રોગ્રામ ઈન સપ્લાઈ ચેન મેનેજમેન્ટ-MITX
ફોર્ચ્યુન એન્ડ મટિરિયલ્સ હેન્ડલિંગ ઈન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર, સપ્લાઈ ચેન મેનેજમેન્ટ ક્ષેત્રમાં દર વર્ષે આશરે 2.70 લાખ નવી તક ઊભી થાય છે. તેનો લાભ લેવા તમે આ કોર્સમાં ભાગ લઈ સપ્લાઈ ચેન એનાલિટિક્સ, ડિઝાઈન, ટેક્નોલોજી, ડાયનેમિક્સ અને ‘એન્ડ ટુ એન્ડ’ સપ્લાઈ ચેન મેનેજમેન્ટ વિશે જાણી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો