વધતી મોંઘવારી અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર ઓછા વ્યાજના કારણે હવે રોકાણકારો તેમના પૈસાનું રોકાણ કરવા માટે એવા વિકલ્પ શોધી રહ્યા છે જ્યાં તેમને ઓછા રિસ્કની સાથે સારું રિટર્ન મળે. આવી સ્થિતિમાં જો રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને ઓછા જોખમની સાથે સારું રિટર્ન મેળવવા માગતા હોય તો તેમના માટે ઈન્ડેક્સ ફંડ યોગ્ય ઓપ્શન હોઈ શકે છે. આ કેટેગરીના ઘણાં ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 50% કરતાં વધારે રિટર્ન આપ્યું છે.
સૌથી પહેલા જાણો ઈન્ડેક્સ ફંડ શું છે?
ઈન્ડેક્સ ફંડ શેર માર્કેટના કોઈ ઈન્ડેક્સ દા.ત નિફ્ટી 50 અથવા 50 સેન્સેક્સ 30માં સામેલ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. ઈન્ડેક્સમાં તમામ કંપનીઓનું જેટલું વેટેજ હોય છે, સ્કિમમાં તે રેશ્યોમાં તેના શેર ખરીદવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આવા ફંડનું પ્રદર્શન તે ઈન્ડેક્સ જેવું જ હોય છે. એટલે કે ઈન્ડેક્સનું પ્રદર્શન સારું હોય છે તો તે ફંડમાં પણ સારું રિટર્ન મળવાની સંભાવના રહે છે.
એક્સપેન્સ રેશ્યો ઓછો રહે છે
ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાનો ખર્ચ અપેક્ષાકૃત ઓછો હોય છે. અન્ય પ્રત્યક્ષ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ મેનેજ કરે છે જ્યાં એસેટ મેનેજમેન્ટ કંપની લગભગ 2% સુધી ચાર્જ વસૂલે છે, તેમજ ઈન્ડેક્સ ફંડોના ચાર્જ ઘણા ઓછા એટલે કે લગભગ 0.5%થી 1 ટકાની વચ્ચે હોય છે.
ડાઈવર્સિફિકેશનનો ફાયદો મળે છે
ઈન્ડેક્સ ફંડમાંથી રોકાણકારો તેમના પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈ કરી શકે છે. તેનાથી નુકસાનની સંભાવના ઘટી જાય છે. જો એક કંપનીના શેરમાં ઘટાડો આવે છે તો બીજી કંપનીના ગ્રોથથી નુકસાન કવર થઈ જાય છે. તે ઉપરાંત ઈન્ડેક્સ ફંડમાં ટ્રેકિંગ એરર ઓછી હોય છે. તેનાથી ઈન્ડેક્સની ઈમેજ કરવાની એક્યુરેસી વધી જાય છે. આ પ્રકારના રિટર્નનો સચોટ અંદાજ લગાવવો સરળ થઈ જાય છે.
કેટલો ટેક્સ આપવો પડે છે?
12 મહિનાથી ઓછા સમયમાં રોકાણ કરવા પર ઈક્વિટી ફંડ્સમાંથી કમાણી પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ લાગે છે. તે હાલના નિયમો અનુસાર કમાણી પર 15% સુધી વસૂલવામાં આવે છે. જો તમારું રોકાણ 12 મહિનાથી વધુ સમય માટે છે, તો તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) માનવામાં આવશે અને તેના પર 10% વ્યાજ લેવામાં આવશે.
કોણા માટે ઈન્ડેક્સ ફંડ યોગ્ય છે?
ઈન્ડેક્સ ફંડ તે રોકાણકારો માટે યોગ્ય છે જે ઓછા જોમખની સાથે શેરોમાં રોકાણ કરવા માગે છે. ઈન્ડેક્સ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે રિસ્ક કેલ્ક્યુલેટર કરીને રોકાણ કરવા માગે છે, ભલે ઓછું રિટર્ન મળે.
છેલ્લા કેટલાય વર્ષોમાં આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%) | છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%) |
UTI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 55.7 | 14.8 | 15.4 |
SBI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 54.9 | 14.1 | 14.8 |
ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 54.9 | 14.3 | 14.8 |
ફ્રેન્કલિન ઇન્ડિયા ઈન્ડેક્સ ફંડ નિફ્ટી પ્લાન | 54.4 | 13.8 | 14.3 |
નિપ્પોન ઈન્ડિયા ઈન્ડેક્સ ફંડ-નિફ્ટી પ્લાન | 54.0 | 13.7 | 14.3 |
LIC MF ઈન્ડેક્સ ફંડ | 53.8 | 13.8 | 14.2 |
IDBI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 53.3 | 13.6 | 13.9 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.