• Gujarati News
  • Utility
  • If You Want To Generate Income By Buying Gold, Invest In Gold ETFs Not Jewelery, The Price Of Gold Is Likely To Reach Rs 80,000.

ઇન્વેસ્ટમેન્ટ:ગોલ્ડ ખરીદીને આવક ઊભી કરવી હોય તો જ્વેલરી નહીં ગોલ્ડ ETFમાં રોકાણ કરો, સોનાની કિંમત 80 હજાર રૂપિયા પહોંચવાની શક્યતા છે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદો, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું જ હોય છે
  • ગોલ્ડ ETF ખરીદવા માટે ડીમેટ ખાતું ખોલાવવાનું રહે છે

કોરોના રોગચાળાને કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ બનેલું છે. પરંતુ આ દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા માત્ર એક વર્ષમાં જ સોનાના ભાવમાં 38%થી વધુનો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં જો સારા રિટર્ન માટે રોકાણ કરવું હોય તો સોનું શ્રેષ્ઠ છે. પરંતુ ગોલ્ડ જ્વેલરી અથવા અન્ય ફિઝિકલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાને બદલે ડિજિટલ ગોલ્ડ એટલે કે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. ગોલ્ડ ETF શું છે એ વિશે અહીં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

2007થી ભારતમાં ગોલ્ડ ETF કાર્યરત છે
ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા રોકાણકારો ઇલેક્ટ્રોનિક માધ્યમથી સોનાની ખરીદી/વેચાણ કરી શકે છે અને આર્બિટ્રેજ ગેન (એક માર્કેટમાંથી ખરીદી અને બીજા બજારમાં વેચવાથી નફો) મેળવી શકે છે. ભારતમાં ગોલ્ડ ETF વર્ષ 2007થી કાર્યરત છે અને NSE અને BSEમાં રેગ્યુલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. ગોલ્ડ ETF સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા ખરીદી શકાય છે, જે બુલિયન, માઇનિંગ અથવા સોનાને લગતા સહયોગી બિઝનેસમાં રોકાણ કરે છે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે, જે તેને સોનાના અન્ય વિકલ્પો કરતા વધુ સારા બનાવે છે.

ઓછી માત્રામાં પણ સોનું ખરીદી શકાય છે
ETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદવામાં આવે છે, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું હોય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવું સરળ બને છે. ફિઝિકલ ગોલ્ડ સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના ભાવે વેચાય છે. ઝવેરી પાસેથી ખરીદતી વખતે ઘણી વાર ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી.

શુદ્ધ સોનું મળે છે
ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.

જ્વેલરી મેકિંગ ચાર્જ નહીં આવે
ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછું બ્રોકરેજ લાગે છે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30% મેકિંગ ચાર્જિસની તુલનામાં કંઇ જ નથી, જે સિક્કા અથવા બાર ખરીદવા પર જ્વેલર અને બેંકને આપવો પડે છે.

સોનું સુરક્ષિત રહે છે
ETF સોનું વેચવામાં અથવા ખરીદવામાં ટ્રેડર્સને ફક્ત બ્રોકરેજ આપવાનું હોય છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં નફાનો મોટો ભાગ ચાર્જ મેકિંગમાં જતો રહે છે અને તે ફક્ત જ્વેલર્સને જ વેચી શકાય છે. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ ખાતામાં હોય છે, જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાનો રહે છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં ચોરીનું જોખમ રહેવા સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે.

ગોલ્ડ ETF ખરીદવું સરળ
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આમાં વ્યક્તિ NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યૂનિટ્સ ખરીદી શકે છે અને સમાન રકમ વ્યક્તિના ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. વ્યક્તિના ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી વ્યક્તિના ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે.

છેલ્લાં એક વર્ષમાં ગોલ્ડે 38% વળતર આપ્યું
છેલ્લા એક વર્ષમાં જ સોનાના ભાવમાં આશરે 38%નો ઉછાળો જોવા મળ્યો છે. 19 જુલાઈ 2019ના રોજ સોનાની કિંમત 35,382 રૂપિયા હતી, જે હવે ગ્રામ દીઠ 49 હજાર રૂપિયા પહોંચી ગઈ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો કોરોના લાંબા સમય સુધી ચાલશે અને તેના કારણે બજારમાં અનિશ્ચિતતા બનેલી રહી તો તેની કિંમત વધુ વધશે.

10 ગ્રામ દીઠ સોનાની કિંમત 80 હજાર રૂપિયા પહોંચી શકે છે
વિશ્વવ્યાપી કોરોના વાઇરસ ચેપના પ્રસારને લીધે ઘટતા શેરબજાર અને બોન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારની સ્થિતિ જોતાં રોકાણકારોએ હવે સોનામાં રોકાણ વધાર્યું છે. આને કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ (BofA Sec)ના એનાલિસ્ટ્સે આગાહી કરી છે કે, વર્ષ 2021ના ​​અંત સુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 3000 ડોલર સુધી પહોંચી શકે છે. જો આજના ભારતીય રૂપિયામાં 3000 ડોલરને રૂપાંતરિત કરવામાં આવે તો આ રકમ રૂ 2,28,855 રૂપિયા થાય છે.

અન્ય સમાચારો પણ છે...