તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Want To Earn Money By Buying Gold, Invest In Gold ETFs, Not Jewelery, Here You Can Get More Benefits.

સોનામાં સુરક્ષિત રોકાણ:ગોલ્ડ ખરીદીને આવક કરવા માગતા હોવ તો જ્વેલરી નહીં ગોલ્ડ ETFમાં રોકાણ કરો, અહીં તમને વધારે ફાયદો મળી શકે છે

4 મહિનો પહેલા

કોરોના મહામારીની બીજી લહેરના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે, આવી સ્થિતિમાં આ વખતે અક્ષય તૃતીયા પર તમે દુકાને જઈને ફિઝિકલ ગોલ્ડ ખરીદી શકશો નહીં. આવામાં ડિજિટલ ગોલ્ડ એટલે કે ગોલ્ડ એક્સચેન્ડ ટ્રેડેટ ફંડ (ETF)માં રોકાણ કરવું યોગ્ય રહેશે. એક્સપર્ટ્સનું માનવું છે કે, આવનાર મહિનામાં પણ સોનામાં તેજી રહેશે. આજે અમે તમને ગોલ્ડ ETF વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે આ અક્ષય તૃતીયા પર તેમાં રોકાણ કરીને નફો મેળવી શકશો.

શું છે ગોલ્ડ ETF?
આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ETF વધારે કોસ્ટ ઈફેક્ટિવ હોય છે. એક ગોલ્ડ ETF યુનિટનો અર્થ છે 1 ગ્રામ સોનું. તે પણ સંપૂર્ણ રીતે શુદ્ધ. તે ગોલ્ડમાં રોકાણની સાથે સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટની ફ્લેક્સિબિલિટી આપે છે. ગોલ્ડ ETFની ખરીદી-વેચાણ શેરની જેમ BSE અને NSE પર કરવામાં આવી શકે છે. જો કે, તેમાં તમને સોનું નથી મળતું. જ્યારે તમે તેનાથી નીકળવા માગો ત્યારે તમને તે સમયે સોનાનો જે ભાવ હશે એટલા પૈસા મળશે.

ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે
ઓછી માત્રામાં પણ સોનું ખરીદી શકાય છેઃ ETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદવામાં આવે છે, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું હોય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવું સરળ બને છે. ફિઝિકલ ગોલ્ડ સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના ભાવે વેચાય છે. ઝવેરી પાસેથી ખરીદતી વખતે ઘણી વાર ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી.

શુદ્ધ સોનું મળે છેઃ ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.

જ્વેલરી મેકિંગ ચાર્જ નથી આવતોઃ ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછું બ્રોકરેજ લાગે છે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30% મેકિંગ ચાર્જિસની તુલનામાં કંઇ જ નથી, જે સિક્કા અથવા બાર ખરીદવા પર જ્વેલર અને બેંકને આપવો પડે છે.

સોનું સુરક્ષિત રહે છેઃ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ ખાતામાં હોય છે, જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાનો રહે છે. તે ઉપરાંત ચોકી થવાનો ડર નથી રહેતો. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં ચોરીના જોખમ સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે.

વેપારમાં સરળતા: ગોલ્ડ ETFને કોઈપણ મુશ્કેલી વગર તરત ખરીદી અને વેચી શકાય છે. તે ETFનો એક ઉચ્ચ લિક્વિડ ભાગ આપે છે. ગોલ્ડ ETFનો લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય છે?
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપબલ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી તમારા ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ગોલ્ડ ETFનું વેચાણ કરી શકાય છે.

આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું

ફંડનું નામછેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%માં)છેલ્લા 3 વર્ષમાં ફંડનું સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં)છેલ્લા 5 વર્ષમાં ફંડનું સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં)
નિપ્પોન ગોલ્ડ ETF37.8111.338.38
એક્સિસ ગોલ્ડ ETF27.8411.297.73
SBI ગોલ્ડ ETF27.4311.088.16
કોટક ગોલ્ડ ETF27.3511.168.18
ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF27.2310.878.02
UTI ગોલ્ડ ETF26.9911.258.33
HDFC ગોલ્ડ ETF26.5311.298.22