સૌથી પહેલાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવેલાં આ ડેટા પર એક નજર કરીએ.
રસ્તાં પર અકસ્માત થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે અને આ કારણોમાં સૌથી મોટું કારણ જે જવાબદાર છે, તે ટાયરોની નિષ્ફળતા છે. સરકાર આવી ઘટનાઓને રોકવા માટે સતત કામ કરી રહી છે. આ પહેલાં સરકારે રોડ સેફ્ટીના કારણે કારમાં એરબેગ્સ લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. આ ઉપરાંત એરબેગ્સની સંખ્યા વધારીને 6 કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સરકારે MV ઍક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા છે. આમાં સૌથી મોટાં ફેરફાર ટાયર અને તેની ડિઝાઇનનાં મામલે કરવામાં આવ્યા છે.
તો ચાલો જાણીએ આ નવા નિયમો અને સમજીએ કે તેમાં શું ફેરફાર થશે...
સૌથી પહેલાં નવા નિયમ વિશે જાણો
1 ઓક્ટોબર, 2022થી દેશભરમાં નવા ડિઝાઇનવાળાં ટાયર ઉપલબ્ધ થશે. 1 એપ્રિલ, 2023થી તમામ કારમાં નવી ડિઝાઈનનાં ટાયર લગાવવાં જરૂરી બનશે.
નવા નિયમો મુજબ ટાયરનું રેટિંગ થશે
પેટ્રોલ-ડીઝલની બચત મુજબ સરકાર ટાયરનાં સ્ટાર રેટિંગની વ્યવસ્થા પણ લાવી રહી છે. હાલ ભારતમાં વેચાતાં ટાયરની ક્વોલિટી માટે BIS એટલે કે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો છે, પરંતુ આ નિયમથી ગ્રાહકો ટાયર ખરીદતી વખતે આવી માહિતી મેળવી શકતા નથી, જેનાથી તેમને ફાયદો થતો હોય.
રેટિંગ સિસ્ટમને આ રીતે સમજો
જ્યારે તમે ફ્રિજ કે AC ખરીદવાં જાવ છો ત્યારે સૌથી પહેલાં તમને રેટિંગ દેખાય છે. આ રેટિંગથી તમને ઉત્પાદનની ગુણવત્તા વિશે ઘણી માહિતી મળી રહે છે. આ રેટિંગ્સ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા આપવામાં આવે છે. આ સાથે જે વર્ષે રેટિંગ આપવામાં આવ્યું હતું, તે વર્ષ પણ લખવામાં આવે છે. નવી ડિઝાઇનનાં ટાયર માટે પણ આવી જ રેટિંગ સિસ્ટમ લાવવામાં આવશે, જેને ટાયર ખરીદતાં પહેલાં ગ્રાહકો જોઈ શકશે. જો કે આ સિસ્ટમ કેવી રીતે બનાવાશે અને તેનાથી ગ્રાહકને કેવી રીતે મદદ મળશે તેની માહિતી હજુ સુધી આપવામાં આવી નથી.
ટાયરની લગભગ 3 કેટેગરી હોય છે
C1, C2 અને C3
હવે આ ત્રણ કેટેગરીનાં ટાયર માટે ઓટોમોટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (AIS)ના નવા નિયમો અને માપદંડો લાગુ પડશે.
હવે સમજો કે, ઉપર લખેલાં ગ્રાફિક્સનાં 3 પેરામીટર્સનો અર્થ શું છે?
રોલિંગ રેજિસ્ટેંસ: જો કોઈ ગોળ વસ્તુ જમીન પર ગબડતી હોય તો તેનાં પર લાગતાં ફ્રિક્શન એટલે કે ઘસારાંને ‘રોલિંગ રેઝિસ્ટન્સ’ કહે છે. કારના કિસ્સામાં કારને ઊંચકવા માટે જે ઊર્જાનો ઉપયોગ થાય છે તેને ‘રોલિંગ રેઝિસ્ટન્સ’ કહેવામાં આવે છે. જો રોલિંગ રેઝિસ્ટન્સ ઓછું હશે તો ટાયરને વધારે તાકાત નહીં આપવી પડે, જેના કારણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થશે અને માઇલેજ એટલે કે એવરેજ વધશે. નવી ડિઝાઇનનાં ટાયરો બનાવવા માટે કંપનીઓ રોલિંગ રેઝિસ્ટન્સ એટલે કે ટાયરનાં આકાર, સાઈઝ અને તેના મટિરિયલ પર કામ કરશે, જેથી કારના રોલિંગ રેઝિસ્ટન્સને ઘટાડી શકાય.
વેટ ગ્રિપ: વરસાદની ઋતુમાં કે ગમે ત્યારે રસ્તો ભીનો હોય તો વાહનોના ટાયર સ્લીપ થવાં લાગે છે અને રસ્તા પરનાં અકસ્માત વધી જાય છે. નવી ડિઝાઇનના ટાયર બનાવતી કંપનીઓએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ભીના રસ્તાં પર ટાયર સ્લીપે થવાનું જોખમ ન રહે.
રોલિંગ સાઉન્ડ એમિશન્સ: ઘણી વખત ડ્રાઇવિંગ કરતી વખતે ટાયરમાંથી થોડો-થોડો અવાજ આવતો હોય છે. આનાથી લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કારને નુકસાન તો થઈ રહ્યું નથી ને. આ અવાજને ઓછો કરવા માટે તમારે તેના પર ધ્યાન આપવું પડશે.
ઉપર આપણે ટાયરનાં રેટિંગ માટે AIS એટલે કે ઓટોમોટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો ઉલ્લેખ કર્યો છે. તો ચાલો જાણીએ AIS એટલે શું?
દેશમાં ઉત્પાદિત વાહનોએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (IS) અને ઓટોમોટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે (AIS)ના નિયમોનું પાલન કરવાનું હોય છે. વાહનની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી અને રિકવરીની દેખરેખ AIS દ્વારા કરવામાં આવે છે.
ટાયર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વરસાદની ઋતુમાં રસ્તા પરનાં અકસ્માતનું જોખમ વધારે રહે છે. તેથી, વાહન ચલાવતી વખતે સતર્ક રહો અને હા, તમે કાર ફિટનેસ ટેસ્ટ તો કર્યો જ હશે, જેણે નથી કરાવ્યો તે આ પોઈન્ટસ ચેક કરી લો.
કારની સર્વિસિંગ: કારની નિયમિત સર્વિસિંગ કરાવવાથી જો કારના પાર્ટ્સમાં પાણી ધૂસી જાય તો પણ તેને સ્ટાર્ટ કરવામાં તકલીફ ન પડે.
વાઇપર બરાબર રાખો: વરસાદની સિઝનમાં જો વાઇપર ખરાબ હશે તો તે કારની બહાર સ્પષ્ટપણે દેખાશે નહીં અને અકસ્માત પણ થઇ શકે છે. આ ઉપરાંત વોશર સિસ્ટમને પણ ચેક કરી લો.
ચેસિસનું પાણી સાફ કરાવતાં રહો: આ સિઝનમાં કારની ચેસિસમાં ઘણીવાર પાણી ભરાઈ જાય છે. સમયાંતરે મિકેનિક પાસે જઈને તેનું પાણી સાફ કરાવતાં રહો.
બ્રેક ચેક: વરસાદનાં દિવસોમાં ઘણી વખત કાર સ્કિટ થઈ જાય છે અથવા તો બ્રેક શૂ ચોંટવા લાગે છે. બ્રેક ચેક કરાવો અને નવા બ્રેક શૂ લગાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.