• Gujarati News
  • Utility
  • If You Want More Returns Than FD With Income Tax Exemption, Then You Can Invest In These 3 Schemes Including Post Office NSC And PPF

ફાઈનાન્શિયલ પ્લાનિંગ:ટેક્સ છૂટ સાથે FDમાં વધારે રિટર્ન મેળવવા માટે પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમમાં રોકાણ કરો, જાણો ડિટેલ

5 મહિનો પહેલા
  • NSC અકાઉન્ટ ઓપન કરવા માટે મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરવું પડે છે
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષની અવધિ માટે 5.5થી 6.7% સુધીનું વ્યાજ આપે છે

જો તમે રોકાણ કરવા માટે એવી સ્કીમની શોધમાં છો જ્યાં તમને સારાં રિટર્ન સાથે ઈન્કમ ટેક્સની છૂટ પણ મળે તો પોસ્ટ ઓફિસની આવી 3 સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો. ઈન્કમ ટેક્સ કાયદાના સેક્શન 80C હેઠળ આ રોકાણ કરી તમે 1.5 લાખ રૂપિયાની ટેક્સેબલ રકમ બચાવી શકો છો. અમે તમને પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આવી 3 સ્કીમ વિશે જણાવી રહ્યા છે જેમાં સારું રિટર્ન પણ મળે છે અને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)

  • પોસ્ટ ઓફિસ PPF ખાતામાં જમા રકમ પર હાલ 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • જમા પર વ્યાજ કેલક્યુલેશન વાર્ષિક આધારે કરવામાં આવે છે. અર્થાત દર વર્ષે મૂળ રકમમાં વ્યાજ ઉમેરાશે.
  • PPF છૂટ EEE કેટેગરીમાં આવે છે. અર્થાત રિટર્ન, મેચ્યોરિટીની રકમ અને વ્યાજથી ઈન્કમ ટેક્સ પર છૂટ મળે છે.
  • આ અકાઉન્ટ 15 વર્ષ માટે ઓપન કરી શકાય છે. તેને 5 વર્ષ એક્સપાન્ડ પણ કરી શકાય છે.
  • PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ઓપન થાય છે. તેમાં મિનિમમ 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
  • આ સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

  • આ સ્કીમમાં રોકાણ પર વાર્ષિક 6.8%નું વ્યાજ મળે છે.
  • તેનાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે કરવામાં આવે છે, પરંતુ વ્યાજની રકમ રોકાણની અવધિ પૂરી થયા બાદ મળે છે.
  • આ સ્કીમમાં જમા રાશિ પર આયકર અધિનિયમની ધારા 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે.
  • NSC અકાઉન્ટ ઓપન કરવા માટે મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.
  • તમે મનગમતી રકમ સાથે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ માટે મેક્સિમમ કોઈ લિમિટ નથી. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

ટાઈમ ડિપોઝિટ સ્કીમ

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ છે. તેમાં એક નક્કી કરાયેલા સમયગાળા માટે રોકાણ કરવા પર તમને નિશ્ચિત રિટર્ન અને વ્યાજ મળે છે.
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષની અવધિ માટે 5.5થી 6.7% સુધીનું વ્યાજ આપે છે.
  • ઈન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, 5 વર્ષ સુધીની અવધિમાં રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે.
  • તેમાં મિનિમમ 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમાં મેક્સિમમ રકમની લિમિટ હોતી નથી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સેક્શન 80C
આયકર કાયદાનો સેક્શન 80C ઈન્કમટેક્સ કાયદા, 1961નો ભાગ છે. તેમાં એ રોકાણ માધ્યમનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરી આયકર છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં ટેક્સ બચાવવા માટે આવી સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે છે.