• Gujarati News
  • Utility
  • If You Want More Interest Than FD, You Can Invest In These 3 Post Office Schemes Including National Savings Certificate.

રોકાણ:FD કરતા વધારે વ્યાજ જોઈતું હોય તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સહિત પોસ્ટ ઓફિસની આ 3 સ્કિમમાં રોકાણ કરી શકો છો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દર સૌથી નીચા સ્તરે છે. આવી સ્થિતિમાં વધતી મોંઘવારીમાં જો તમને તમારા રોકાણ પર FD કરતા વધારે રિટર્ન જોઈતું હોય તો તમે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને મંથલી ઈન્કમ સ્કિમ તમારી મદદ કરી શકે છે. આ સ્કિમ પર તમને FD કરતા વધારે વ્યાજ તો મળશે સાથે તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. અમે તમને આ સ્કિમ્સ વિશે જણાવી રહ્યા છીએ.

કિસાન વિકાસ પત્ર (KVP)

  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કિમમાં અત્યારે 6.9% વ્યાજ મળી રહ્યું છે.
  • KVPમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો તે તમારું ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયાનું હોવું જોઈએ.
  • તેમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમાં સિંગલ અકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ અકાઉન્ટની પણ સુવિધા છે.
  • યોજનામાં સગીરો પણ સામેલ થઈ શકે છે, પરંતુ તેની સંભાળ તેમના પેરેન્ટ્સને કરવી પડશે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગો છો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષની રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • તેમાં ઈન્કમ ટેક્સ એક્ટ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર ટેક્સ છૂટ મળે છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે, એવામાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 5 મહિનાનો સમય લાગશે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણની અવધિ પછી જ ચૂકવવામાં આવે છે.
  • તેમાં ઈન્કમ ટેક્સ એક્ટ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી જમા પર ટેક્સ છૂટ મળે છે.
  • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.
  • આ ખાતું સગીરના નામે ખોલી શકાય છે અને 3 પુખ્ત વયના લોકોના નામે જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલી શકાય છે.
  • તમે NSCમાં ગમે એટલી રકમ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે, આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે. ​​​​​​​

મંથલી ઈન્કમ સ્કિમ
તેમાં 6.6% વ્યાજ મળે છે. આ સ્કિમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયાથી ખોલાવી શકાય છે. જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી મહત્તમ જમા કરાવી શકો છો. તેમજ જો તમારું જોઈન્ટ અકાઉન્ટ છે તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા જમા કરી શકો છો. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. આ સ્કિમ અંતર્ગત વાર્ષિક આધાર પર વ્યાજ આપવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.આ ખાતું સગીરના નામે ખોલી શકાય છે અને 3 પુખ્ત વયના લોકોના નામે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થશેઃ તેમાં 6.6% વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 11 મહિનાનો સમય લાગશે.