• Gujarati News
  • Utility
  • If You Want More Interest Than FD, Invest In Post Office's National Savings Certificate Scheme, Here You Will Get More Returns

પર્સનલ ફાઈનાન્સ:પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં FD કરતાં વધુ વ્યાજ મળે છે, તેમાં રોકાણ કરવા પર વધુ વળતર મળશે

એક વર્ષ પહેલા
  • આ સ્કીમ અંતર્ગત 6.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે
  • NSCમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી

જો તમે તમારા પૈસા ક્યાંય એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધારે વ્યાજ મળે છે તો પોસ્ટ ઓફિશની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) સ્કીમ તમારા માટે યોગ્ય રહેશે. આ સ્કીમ અંતર્ગત તમને FD કરતાં વધુ વ્યાજ મળે છે તેમજ તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આજે અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી તેમાં રોકાણ કરી શકો.

કેટલું વ્યાજ મળી રહ્યું છે?
આ સ્કીમમાં અત્યારે 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે NSCમાં ગમે એટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી. NSCનો લોકઈન પિરિઅડ 5 વર્ષનો છે.

કોણ કરી શકે છે NSCમાં રોકાણ?
એક 18 વર્ષિય વ્યક્તિ પોતાની જાતે અથવા સગીર વતી NSCમાં રોકાણ કરી શકે છે. આ ખાતાને 3 પુખ્ત વયના લોકોના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.

બાળકોના નામથી પણ ખોલાવી શકાય છે અકાઉન્ટ
આ સ્કીમમાં બાળકોના નામથી પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તો તેના માતા-પિતાના નામથી અકાઉન્ટ ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરમાં બાળકો પોતાનું અકાઉન્ટ જાતે સંચાલિત કરી શકે છે, તેમજ પુખ્ત વય થઈ જાય ત્યારે અકાઉન્ટની સંપૂર્ણ જવાબદારી મળી જાય છે.

ઈન્કમ ટેક્સ બેનિફિટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં તમે જેટલા પણ પૈસાનું રોકાણ કરો છો ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. એક ફાઈનાન્શિયલ યરમાં NSCમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.

NSC અકાઉન્ટ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકાય છે
NSCને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે જૂના NSC હોલ્ડરનું નામ રદ કરવામાં આવે છે અને નવા NSC હોલ્ડરનું નામ NSC પર લખવામાં આવે છે.

કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ અંતર્ગત તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 5 વર્ષ બાદ 138,949 રૂપિયા મળશે. એટલે કે, તમને 38,949 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

કેવી રીતે રોકાણ કરી શકાય છે?
જો તમે આ સ્કીમમાં રોકાણ કરવા માગો છો તો કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને તેના માટે અકાઉન્ટ ખોલાવી શકો છો. સમગ્ર દેશમાં ઈન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસની સંખ્યા 1.5 લાખથી વધારે છે. તમે કોઈપણ જગ્યાએ અકાઉન્ટ ખોલાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...