• Gujarati News
  • Utility
  • If You Want More Interest Than FD, Invest In Post Office PPF Or National Savings Certificate Scheme

રોકાણ ટિપ્સ:FD કરતાં વધારે વ્યાજ જોઈતું હોય તો પોસ્ટ ઓફિસની PPF અથવા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમમાં રોકાણ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ઓફિસની ઘણી સ્કિમ્સમાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કિમમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પણ સામેલ છે. તેમાં તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ બચાવી શકો છો. દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. આજે અમે તમને આ બંને સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં તમને FD કરતાં વધારે વ્યાજ મળશે અને પૈસા પણ સુરક્ષિત રહેશે.

PPF પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ને માત્ર 100 રૂપિયાથી ઓપન કરી શકાય છે, પરંતુ બાદમાં દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
  • આ સ્કિમ 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
  • તેને 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે.
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ અકાઉન્ટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • આ યોજનામાં રોકાણ દ્વારા રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ 80C હેઠળ મેળવી શકાય છે.
  • PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરીની અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી થતી આવક પર ટેક્સ છૂટ મળે છે.

NSCમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળા પર આપવામાં આવે છે.
  • NSC અકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.
  • આ અકાઉન્ટને કોઈ પુખ્તવયના નામ પર અને 3 વયસ્કોના નામ પર જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
  • 10 વર્ષથી વધારે ઉંમરના સગીરના નામે કોઈ વાલીની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકાય છે.
  • તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. આ પહેલા તમે આ સ્કિમમાંથી બહાર નથી નીકળી શકતા.
  • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સની છૂટનો લાભ લઈ શકો છો.
  • તમે NSCમાં ગમે એટલી રકમ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

રોકાણ કરવાનું ક્યાં યોગ્ય છે?
બંને જગ્યાએ રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. જો વ્યાજની વાત કરવામાં આવે તો PPFમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કિમની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. પરંતુ તેમાં 15 વર્ષનો લોક-ઈન પિરિઅડ રહે છે. NSCમાં લોક-ઈન 5 વર્ષનો રહે છે. PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરી અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે, રિટર્ન, મેચ્યોરિટી રકમ, અને વ્યાજમાંથી થતી આવક પર ટેક્સ છૂટ મળે છે. તેમજ NSCમાં માત્ર રોકાણ પર જ ટેક્સ બચાવી શકાય છે. તમે તમારા હિસાબથી આ બંને સ્કિમ્સમાંથી રોકાણ કરી શકો છો.