તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ દિવસોમાં જો તમે એવી જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો જ્યાં તમને ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો મળવાની સાથે તમારા પૈસા પણ સુરક્ષિત રહે, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરી શકો છો. 5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકાય છે. તે ઉપરાંત ટેક્સ છૂટ માટે તમે પોસ્ટ ઓફિસની FD (ટાઈમ ડિપોઝિટ સ્કીમ)માં પણ રોકાણ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ પર 6.7% વ્યાજ મળી રહ્યું છે
1.5 લાખ રૂપિયા રોકાણ કર્યા બાદ કેટલું વ્યાજ મળશે?
બેંક | કેટલી રકમ મળશે (રૂ.) | કેટલું વ્યાજ મળશે (રૂ) |
DCB બેંક | 2.08 લાખ | 58 હજાર |
યસ બેંક | 2.08 લાખ | 58 હજાર |
પોસ્ટ ઓફિસ | 2.07 લાખ | 57 હજાર |
ઇન્ડસઇન્ડ બેંક | 2.06 લાખ | 56 હજાર |
RBL બેંક | 2.05 લાખ | 55 હજાર |
SBI | 1.95 લાખ | 45 હજાર |
ICICI | 1.95 લાખ | 45 હજાર |
HDFC | 1.94 લાખ | 44 હજાર |
પંજાબ નેશનલ બેંક | 1.94 લાખ | 44 હજાર |
બેંક ઓફ ઈન્ડિયા | 1.94 લાખ | 44 હજાર |
શું છે સેક્શન 80C?
આવકવેરા કાયદાની સેક્શન 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ એક્ટ 1961નો ભાગ છે. તેમાં તે રોકાણ માધ્યમનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને આવકવેરામાં છૂટ માટે દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.