રોકાણ:RD પર વધારે વ્યાજ જોઈતું હોય તો તમે પોસ્ટ ઓફિસ અથવા SBIમાં રોકાણ કરી શકો છો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

રિકરિંગ ડિપોઝિટ (RD)આપણા દેશમાં એક લોકપ્રિય સેવિંગ સ્કિમ છે. તેના દ્વારા તમે દર મહિને પૈસા જમા કરીને એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અત્યારે RD પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. જો તમને RD પર વધારે વ્યાજ જોઈતું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં RD કરાવી શકો છો. અમે તમને SBI અને પોસ્ટ ઓફિસ RD વિશે જણાવી રહ્યા છીએ.

SBI RD સાથે સંબંધિત મહત્ત્વની બાબતો

 • SBIમાં તમે 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.
 • SBI RD પર મહત્તમ 5.4% મહત્તમ વ્યાજ મળી રહ્યું છે.
 • સિનિયર સિટીઝનને તેના પર 0.50% વધારે વ્યાજ મળે છે.
 • તેમાં મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકો છો.
 • તેનાથી વધારે 10ના મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમ જમા રકમની કોઈ મર્યાદા નથી.

કયા વર્ષમાં રોકાણ કરવા પર તમને કેટલું વ્યાજ મળશે​​​​​​​

સમયગાળોવ્યાજ દર (% માં)
1 વર્ષથી 2 વર્ષ4.9
2 વર્ષથી 3 વર્ષ5.1
5 વર્ષથી 5 વર્ષ5.3
5 વર્ષથી 10 વર્ષ5.4

પોસ્ટ ઓફિસ RD સાથે સંબંધિત મહત્ત્વની બાબતો

 • તેમાં 5 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. જો કે તમે તેને તમારી ઇચ્છા મુજબ વધારી શકો છો.
 • જો તમે 5 વર્ષ પહેલા પૈસા ઉપાડો છો તો તમારે દંડ ભરવો પડશે.
 • ઈન્ડિયા પોસ્ટની RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે.
 • તેમાં મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકો છો.
 • તેનાથી વધારે 10ના મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ લિમિટ નથી.

RDના વ્યાજ પર ટેક્સ
રિકરિંગ ડિપોઝિટ (RD)માંથી વ્યાજની આવક જો 40000 રૂપિયા (સિનિયર સિટીઝનના કિસ્સામાં 50000 રૂપિયા) સુધી છે તો તેના પર તમારે કોઈ ટેક્સ નહીં આપવો પડે. તેનાથી વધારે આવક પર 10% TDS કટ કરવામાં આવે છે.