દેશની સૌથી મોટી બેંક SBI આ સમયે ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.4% વ્યાજ આપી રહી છે. જો તમે તમારા રોકાણ પર વધારે રિટર્ન ઈચ્છતા હો તો પોસ્ટ ઓફિશની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કિમમાં રોકાણ કરી શકો છો. આ સ્કિમમાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આજે અમે તમને આ સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ.
6.8% વ્યાજ મળી રહ્યું છે
NSC સ્કિમમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે. આ સ્કિમમાં તમારે ન્યૂનતમ 1000 રૂપિયાથી રોકાણ કરવું પડશે. તમે NSCમાં ગમે એટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. NSCમાં 5 વર્ષનો લોક-ઈન પિરિઅડ રહે છે.
ટેક્સ છૂટનો ફાયદો મળે છે
NSC સ્કિમમાં રોકાણ કરવા પર તમને ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો મળે છે. એક ફાઈનાન્શિયલ યરમાં NSCમાં તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.
બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે
18 વર્ષની ઉંમરની વ્યક્તિ પોતાની જાતે અથવા સગીર વતી NSCમાં રોકાણ કરી શકે છે. 3 પુખ્ત વયના નામે જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. આ સ્કિમમાં બાળકોના નામથી પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે.
જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો તેના નામ પર માતા-પિતાની તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમરમાં પણ બાળક પોતાનું અકાઉન્ટ જાતે સંચાલિત કરી શકે છે, તેમજ વયસ્ક થવા પર તેને ખાતાની સંપૂર્ણ જવાબદારી મળી જાય છે.
NSC અકાઉન્ટ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકાય છે
NSCને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે જૂના NSC હોલ્ડરનું નામ દૂર કરીને નવા NSC અકાઉન્ટ હોલ્ડરનું નામ NSC અકાઉન્ટમાં જોડવામાં આવે છે.
5 વર્ષ પહેલાં અકાઉન્ટ બંધ નહીં કરી શકાય
આ સ્કિમમાં 5 વર્ષનો લોક-ઈન પિરિયડ રહે છે. એટલે કે 5 વર્ષ બાદ તમને તમારા પૈસા મળશે. જો કે, રોકાણકારના મૃત્યુ પર, નોમિની સમય પહેલાં જ ખાતું બંધ કરીને પૈસા ઉપાડી શકે છે. તે સિવાય કોર્ટના આદેશ પર પણ અકાઉન્ટને વચ્ચેથી બંધ કરી શકાય છે.
કેવી રીતે રોકાણ કરી શકાય છે?
જો તમે આ સ્કિમમાં રોકાણ કરવા માગો છો તો કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને અકાઉન્ટ ખોલાવી શકો છો. સમગ્ર દેશમાં ઈન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસની સંખ્યા 1.5 લાખથી વધારે છે. તમે ક્યાંય પણ અકાઉન્ટ ખોલાવી શકો છે.
દેશની મોટી બેંક 5 વર્ષની FD પર કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વ્યાજ દર (%) |
SBI | 5.40 |
પંજાબ નેશનલ બેંક | 5.25 |
બેંક ઓફ ઈન્ડિયા | 5.30 |
ICICI | 5.35 |
HDFC | 5.30 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.