ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગે છે પરંતુ રિસ્કના કારણે તેમાં રોકાણ કરવાથી બચે છે. આવા લોકો લાર્જ-કેપ ફંડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડની અન્ય કેટેગરીની તુલનામાં રિસ્ક ઓછું રહે છે. લાર્જ-કેપ ફંડે છેલ્લા 1 વર્ષમાં 60% સુધી રિટર્ન આપ્યું છે, જે FD કરતાં વધારે છે. અમે તમને લાર્જ-કેપ ફંડ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે તેમાં રોકાણ કરીને નફો મેળવી શકો છો.
લાર્જ કેપ ફંડ શું છે?
લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ માટે રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલી રકમના ઓછામાં ઓછા 80% ટોપ 100 કંપનીઓમાં રોકાણ કરવું જરૂરી હોય છે. માનવામાં આવે છે કે, આ શેરોમાં ઉતાર-ચઢાવ ઓછા હોય છે, તેથી તેમાં પૈસાનું રોકાણ કરવા પર નુકસાનની સંભાવના, ખાસ કરીને લાંબા સમયમાં ઓછી રહે છે.
તેમાં તે રોકાણકારોને પૈસા રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે ઓછા જોખમની સાથે શેર બજારમાં પ્રવેશ કરવા માગે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપમાં રોકાણ વધારે સુરક્ષિત માનવામાં આવે છે.
લાર્જ કેપ ફંડ સ્થિરતા પ્રદાન કરે છે
રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ કે લાર્જ કેપ ફંડ સ્થિરતા પ્રદાન કરે છે અને તેમાં ઉતાર-ચઢાવ ઓછા હોય છે. જ્યારે આ ફંડ્સનું રિટર્ન એક સરેરાશ હોઈ શકે છે પરંતુ તે સતત રિટર્ન આપતા રહે છે. લાંબા ગાળાની દૃષ્ટિએ જોઈએ તો અલગ અલગ માર્કેટ સાઈકલમાં આ ફંડ કમ્પાઉન્ડિંગના આધારે સારું રિટર્ન પ્રદાન કરે છે.
તેમાં કોણે રોકાણ કરવું જોઈએ?
જો તમારી ઉંમર વધારે છે અને ડેબ્ટ ફંડ્સ કરતાં વધારે રિટર્ન જોઈએ છે પરંતુ વધારે ઈન્વેસ્ટમેન્ટ રિસ્ક લેવા નથી માગતા તો તમે લાર્જ-કેપ ફંડ્સમાં પૈસાનું રોકાણ કરી શકો છો. તે અસ્થિર માર્કેટમાં સ્થિર રિટર્ન આપી શકે છે. તેમાં ઓછું રિસ્ક હોય છે, જેનાથી તે મિડ અને સ્મોલ કેપ ઈક્વિટીમાં વધારે એક્સપોઝરવાળા ફંડ્સની તુલનામાં મધ્યમ રિટર્ન આપે છે. જો તમે રિટાયર્મેન્ટના નજીક છો અથવા તમે વધારે રિસ્ક લેવા નથી માગતા તો ટોપ-રેટેડ લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.
તેમાં લાંબા સમય માટે રોકાણ કરવું યોગ્ય
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, આ સ્કિમમાં ઓછામાં ઓછા 5 વર્ષના ટાઈમ પિરિઅડને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. ધ્યાન રાખવું કે, ટૂંકા ગાળામાં શેર બજારમાં ઉતાર ચઢાવની અસર તમારા રોકાણ પર વધારે પડી શકે છે, જ્યારે લાંબા સમયમાં આ જોખમ ઓછું હોય છે.
SIP દ્વારા રોકાણ કરવું યોગ્ય રહેશે
રૂંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે પૈસાનું રોકાણ કરવાની જગ્યાએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત અમાઉન્ટ તેમાં રોકાણ કરી શકો છો. તેનાથી રિસ્ક ઘટી જાય છે કેમ કે તેના પર બજારના ઉતાર-ચઢાવની વધારે અસર નથી થતી.
તેનાથી સંબંધિત ખાસ બાબતો
આ બ્લુચિપ ફંડ્સ છેલ્લા કેટલાય વર્ષોમાં શાનદાર રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
ફ્રેન્કલિન ઇન્ડિયા બ્લુચિપ ફંડ | 59.6 | 13.0 | 11.4 |
SBI બ્લુચિપ ફંડ | 48.0 | 12.7 | 12.1 |
ટાટા લાર્જ કેપ ફંડ | 47.3 | 12.2 | 11.7 |
કોટક બ્લુચિપ ફંડ | 46.6 | 14.1 | 13.3 |
ICICI પ્રુડેન્શિયલ બ્લુચિપ ફંડ | 44.7 | 12.4 | 13.1 |
કેનેરા રોબેકો બ્લુચિપ ઈક્વિટી ફંડ | 44.2 | 16.1 | 15.9 |
Axis બ્લુચિપ ફંડ | 40.7 | 14.1 | 16.0 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.