• Gujarati News
  • Utility
  • If You Want A Good Return With Low Risk, Invest In Blue Chip Funds, Return 64% In Last 1 Year

તમારા ફાયદાની વાત:ઓછા જોખમની સાથે સારું રિટર્ન જોઈતું હોય તો બ્લુચિપ ફંડ્સમાં રોકાણ કરો, છેલ્લા 1 વર્ષમાં 64% જેટલું રિટર્ન આપ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે આ દિવસોમાં રોકાણ કરવા માટે કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમને ઓછા રિસ્કની સાથે સારું રિટર્ન મળે તો તમે મ્યુચ્યુઅલ ફંડના બ્લુચિપ ફંડ્સમાં રોકાણની શરૂઆત કરી શકો છો. બ્લુચિપ ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 64% સુધી રિટર્ન આપ્યું છે. આજે અમે તમને બ્લુચિપ ફંડ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે પણ તેમાં રોકાણ કરીને નફો મેળવી શકો.

બ્લુચિપ ફંડ શું છે?
તે લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. જો કે, કેટલાક લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ તેમના નામ સાથે બ્લુચિપ જોડી લીધું છે. જેમ કે, એક્સિસ બ્લુચિપ ફંડ, ICICI પ્રૂ બ્લુચિપ ફંડ, SBI બ્લુચિપ ફંડ, કોટક બ્લુચિપ ફંડ અથવા ફ્રેન્કલિન બ્લુચિપ ફંડ. તે સિવાય, લાર્જ અને મિડ કેપ સેગમેન્ટમાંથી મિરાએ એસેટ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ્સ પ્રિન્સિપલ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ છે.

તેમાં ઓછું જોખમ રહે છે
બ્લુચિપ કંપનીઓ એવી કંપનીઓને કહેવાય છે જેનો આકાર ઘણો મોટો હોય છે અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના શેરમાં ઉતાર-ચઢાવ ઓછો હોય છે, તેથી તેમાં પૈસાનું રોકાણ કરો તો નુકસાનની સંભાવના ઓછી છે, ખાસ કરીને લાંબા ગાળામાં ઓછી રહે છે.

લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે ટોપની 100 કંપનીઓમાં રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ફંડમાંથી ઓછામાં ઓછા 80% ફંડનું રોકાણ કરવું જરૂરી છે. બ્લુચિપ ફંડ્સમાં તે રોકાણકારોને પૈસાનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે ઓછા જોખમની સાથે શેર બજારમાં પ્રવેશ કરવા માગે છે.

તેમાં લાંબા સમય માટે રોકાણ કરવું યોગ્ય
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, આ સ્કિમોમાં ઓછામાં ઓછા 5 વર્ષના ટાઈમ પિરિઅડને ધ્યામાં રાખીને રોકાણ કરવું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવી કે ટૂંકા ગાળામાં શેર માર્કેટના ઉતાર-ચઢાવની અસર તમારા રોકાણ પર વધારે થઈ શકે છે જ્યારે લાંબા ગાળામાં આ જોખમ ઓછું હોય છે.

આ બ્લુચિપ ફંડ્સે છેલ્લા કેટલાય વર્ષોમાં સારું રિટર્ન આપ્યું​​​​​​​

ફંડનું નામછેલ્લાં 1 વર્ષમાં રિટર્ન (%)છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%)છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન
કોટક બ્લુચિપ ફંડ63.816.215.5
SBI બ્લુચિપ ફંડ62.113.614.2
મિરાએ એસેટ લાર્જ કેપ ફંડ61.315.617.4
UTI માસ્ટર શેર યુનિટ સ્કિમ61.014.815.3
કેનેરા રોબેકો બ્લુચિપ ઈક્વિટી ફંડ57.919.018.6
Edelweiss લાર્જ કેપ ફંડ58.0614.115.7
Axis બ્લુચિપ ફંડ52.316.918.1