• Gujarati News
  • Utility
  • If You Want A Good Return On Investment, Invest In The Fund Of Funds, It Has Got A Return Of Up To 51% In The Last 1 Year.

કામની વાત:રોકાણ પર સારું રિટર્ન જોઈતું હોય તો 'ફંડ ઓફ ફંડ્સ'માં પૈસા લગાવો, છેલ્લાં 1 વર્ષમાં તેમાં 51% સુધીનું રિટર્ન મળ્યું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમમાં કંપનીના શેર અથવા બોન્ડ નથી આવતા, ફંડ ઓફ ફંડ્સ અન્ય સ્કીમના યુનિટ હોલ્ડ કરે છે

વધતી મોંઘવારીમાં તમે સાઈડ ઈન્કમ માટે રોકાણ કરવા માગો છો તો મ્યુચ્યુઅલ ફંડની 'ફંડ ઓફ ફંડ્સ' કેટેગરીમાં રોકાણ કરી શકો છો. છેલ્લાં 1 વર્ષમાં તેમાં 51% સુધી રિટર્ન મળ્યું છે. આ ફંડની કેટેગરીમાં કેવી રીતે રોકાણ કરવું આજે અમે તમને જણાવીશું...

ફંડ ઓફ ફંડ્સ
ફંડ ઓફ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કીમ છે જે અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરે છે. પરંતુ તે ઈન્ડેક્સ ફંડ્સ અને ETF (એક્સચેન્જ ટ્રેડેટ ફંડ્સ) સુધી મર્યાદિત નથી. ઘણી યોજનાઓમાં રોકાણ કરવાથી, ફંડ ઓફ ફંડ્સ રોકાણકારને ઘણા બધા માર્કેટ સેગમેન્ટ્સ અથવા વ્યૂહરચના માટે એક બ્રોડ એક્સપોઝર આપી શકે છે અને તેનાથી સારું રિટર્ન મળવાની સંભાવના રહે છે.

આ સ્કીમને એક ઉદાહરણમાં સમજીએ તો, જો ફંડ મેનેજર સોનામાં રોકાણ કરવા માગે છે તો તે સોનામાં રોકાણ કરતી ગોલ્ડ સ્કીમમાં પૈસાનું રોકાણ કરશે, ફંડ મેનેજર જે પણ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવા માગે છે તે કરી શકે છે. તેનો અર્થ એ થયો કે, ફંડ ઓફ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કીમ છે જે બીજી સ્કીમ્સમાં રોકાણ કરે છે. તે કોઈ એક સ્કીમમાં પૈસાનું રોકાણ કરવા માટે બંધાયેલી નથી. ફંડ ઓફ ફંડ્સમાં કંપનીના શેર અથવા બોન્ડ નથી આવતા, ફંડ ઓફ ફંડ્સ અન્ય સ્કીમના યુનિટ હોલ્ડ કરે છે. એક ફંડ ઓફ ફંડ્સ પોતાના ફંડ હાઉસ અથવા અન્ય ફંડ હાઉસની ઘણી સ્કિમ્સમાં રોકાણ કરી શકે છે.

ફાયદાની સંભાવના
આ રોકાણમાં નાના રોકાણકારોનો ફાયદો થાય તેમ છે. આ સ્કીમમાં પોર્ટફોલિયોને ઓછી રકમમાં ડાયવર્સિફાય કરી શકાય છે. રોકાણ પર વધારે ફાયદો થવાની સંભાવના વધી જાય છે.

'ફંડ ઓફ ફંડ્સ'ના વિવિધ પ્રકાર
ફંડ ઓફ ફંડ્સ ત્રણ પ્રકારના હોઈ શકે છે. એક જે ઈક્વિટીમાં રોકાણ કરે છે. બીજા જે ડેટ ફંડમાં પૈસાનું રોકાણ કરે છે. ત્રીજામાં રોકાણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થાય છે. આ ત્રણેય પ્રકાર લગભગ તમામ એસેટ ક્લાસને કવર કરી લે છે.

કેટલો ટેક્સ આપવો પડે છે
12 મહિનાથી ઓછા સમયમાં રોકાણ માટે ઈક્વિટી ફંડ્સની કમાણી પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગે છે. હાલના નિયમ પ્રમાણે તે કમાણીના 15% હોય છે. 12 મહિનાથી વધારે રોકાણના સમયગાળા માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ લાગે છે. તેના પર કમાણીના 10% વ્યાજ આપવું પડે છે.

SIP બેસ્ટ ઓપ્શન
રુંગટા સિક્યોરિટીઝના CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રુંગટા જણાવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે પૈસા રોકવાને બદલે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અર્થાત SIPમાં રોકાણ કરવું જોઈએ. SIPમા દર મહિને એક ફિક્સ અમાઉન્ટ આપવાની હોય છે. તેના પર માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સની કોઈ અસર પડતી નથી.

આ લોકો રોકાણ કરી શકે છે
જે મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા પૈસા રોકાણ કરવાની સાથે તેમના પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવા માગે છે તેમણે આ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ વિશે વધુ માહિતગાર ન હોય તેવા લોકો માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તેમાં એક વિશ્વસ્તરીય ફંડ મેનેજર તમારા પૈસા સંભાળે છે. તેથી જોખમ ઘટી જાય છે.

આ 'ફંડ ઓફ ફંડ્સ' એ સારું રિટર્ન આપ્યું

ફંડનું નામ1 વર્ષમાં કેટલું રિટર્ન (%)છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન ​​​​​​(%માં)છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં)
ICICI પ્રુડેન્શિયલ એડવાઈઝર સિરીઝ50.518.414.7
UTI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ43.921.017.9
ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી ઈન્ડેક્સ ફંડ51.717.515
IDBI નિફ્ટી જુનિયર ઈન્ડેક્સ ફંડ51.617.314.4
UTI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ43.921.0

17.9