• Gujarati News
  • Utility
  • If You Stop Urinating Between Cold, Travel, Laziness And Busyness, You Will Have To Cut The Hospital Rounds

પેશાબ રોકવું નુક્સાનકારક:ઠંડી, મુસાફરી, આળસ અને વ્યસ્તતા વચ્ચે પેશાબ રોકો છો તો કાપવા પડશે હોસ્પિટલના ચક્કર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રેનમાં એન્જીનમાં ટોયલેટની કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે ટ્રેન ચલાવનાર ડ્રાઈવરને લાંબા સમય સુધી પેશાબને રોકી રોકવું પડતું હતું, જેના કારણે લગભગ 15% લોકો પાયલોટ પ્રોસ્ટેટ, પથરી, કિડની અને પાઈલ્સ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યામાંથી છુટકારો મળે તે માટે પશ્ચિમ મધ્ય રેલવેએ પ્રથમ વખત એન્જિનમાં શૌચાલય બનાવ્યા છે. પાયલોટ તો મજબૂરીમાં આવું કરી રહ્યા હતા પરંતુ સામાન્ય લોકોને પણ પેશાબ રોકી રાખવાની આદત સામાન્ય છે.

આજે કામના સમાચારમાં જણાવીશું કે, પેશાબ રોકી રાખવાથી કઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે? કેટલા સમય સુધી પેશાબ રોકવું સુરક્ષિત છે?

સવાલ : આખરે એવું તે શું હોય છે કે, પેશાબ રોકવું પડે છે?
જવાબ : પેશાબ રોકવા માટે લોકો પાસે અલગ-અલગ કારણ હોઈ છે. વધુ પડતા લોકો સાફ ટોયલેટ ન હોવાને કારણે પેશાબ રોકે છે. આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. તો ઘણીવાર લોકો આળસને કારણે પેશાબ નથી જતા. તો બાળકો રમવા અને ટીવી જોવાના ચક્કરમાં પેશાબને રોકી રાખે છે.

સવાલ : જો થોડા સમય માટે પેશાબને રોકી રાખવામાં આવે તો સમસ્યા થાય છે?
જવાબ : શરીરમાંથી ટોક્સિન, હાનિકારક બેક્ટેરિયા અને બિનજરૂરી મીઠું પણ પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે, જ્યારે મૂત્રાશય ભરી જવાને કારણે મગજને સિગ્નલ આપે છે ત્યારે પેશાબ કરવા જવાની ઈચ્છા થાય છે.

સવાલ : પેશાબને રોકવું સુરક્ષિત છે કે નહીં?
જવાબ : ક્યારે પણ પેશાબને રોકવું જોઈએ નહીં. 1 વર્ષબ બાળકને દર કલાકે યુરિન રીલિઝ કરવું જરૂરી છે. મોટા બાળકોએ 10થી 12 વાર પેશાબ કરવા જવું જોઈએ ને વયો-વૃદ્ધ લોકોએ 6 વાર પેશાબ કરવા જવું જોઈએ.

સવાલ : નવજાત બાળક પેશબ રોકી રહ્યું છે અથવા તો ઓછું કરે છે તો કેવી રીતે ખબર પડે છે?
જવાબ : નવજાત અને નાના બાળકનું મૂત્રાશય નાનું હોય છે જેના કારણે તેમને વારંવાર પેશાબ જવું પડે છે. સામાન્ય રીતે નાના બાળકો દિવસમાં 6 વાર ડાયપર ભીના કરે છે.
જો બાળક ચાર વાર ડાયપર ભીનું કરે છે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સાથે જ બાળકના પેશાબના રંગ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

સવાલ : મુસાફરી કરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ : લાંબા સમય સુધી મુસાફરી કરો છો તો સ્વસ્થ ટોયલેટ ન પણ મળી શકે. તે સમયે જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકો છો. આજકાલ પેટ્રોલ પંપ ઉપર પણ ટોયલેટની સુવિધા હોય છે.

સવાલ : અમુક ટોયલેટ તો એટલા ગંદા હોય છે કે, આપણને ઈચ્છા હોવા છતાં પણ તેનો ઉપયોગ નથી કરી શકતા, તે સમયે શું ઉપાય કરી શકાય છે?
જવાબ : આ સમયે તમે એબ્જોબર્ડ પેડ લઇ શકો છો. જેથી કોઈપણ સ્થિતિમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો, આ પેડ તમને સરળતાથી મેડિકલ સ્ટોર ઉપર મળી શકે છે. આ સાથે ગંદા જાહેર શૌચાલયની ટોઇલેટ સીટ પર સેનિટાઇઝર સ્પ્રેનો ઉપયોગ કરો. તમે ડેટોલ, સેવલોન જેવા એન્ટિસેપ્ટિક પ્રવાહી સાથે ડિસ્પોઝેબલ ટોઇલેટ સીટ કવરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ઉપયોગ કર્યા પછી તેમને ફ્લશ કરી શકો છો.

સવાલ : પેશાબ રોકવાથી મોત નીપજી શકે છે?
જવાબ : પેશાબ રોકવાથી મોત તો નથી નીપજતું. પરંતુ વધુ સમય સુધી રોકી રાખો છો તો પેશાબ નીકળી જાય છે.

પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં, લોકો લાંબા સમય સુધી પેશાબને રોકી રાખે છે અને પછી પેશાબને રિલીઝ નથી કરી શકતા. આવી સ્થિતિમાં મૂત્રાશય ફાટી શકે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે. જોકે આ સ્થિતિ દુર્લભ છે. આ ફક્ત આત્યંતિક પરિસ્થિતિઓમાં જ થાય છે.

સવાલ : જો યુટીઆઈની સમસ્યા વારંવાર થતી હોય તો શું કરવું?
જવાબ : યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન પાછળ ઘણા કારણો હોઈ શકે છે. વારંવાર આ ઇન્ફેક્શનથી બચવા માટે આપણે અમુક ઉપાય કરી શકાય છે.

  • પેશાબ રોકવો નહીં.વારંવાર પેશાબ જવું.
  • સેક્સ પછી પેશાબ અવશ્ય જવું
  • ક્રેનબેરીનો રસ UTIથી બચાવે છે.
  • ફિટિંગવાળા પેન્ટ પહેરશો નહીં.
  • માત્ર કોટનના અન્ડરવેર પહેરો.
  • કોફી, સોડા, આલ્કોહોલ અથવા એસિડિક ગુણવત્તાવાળા પીણાં ટાળો.
  • ઓછામાં ઓછું બબલ બાથ લો.
  • તમારા પ્રાઈવેટ પાર્ટને સારી રીતે ધોઈ લો.

સવાલ : વારંવાર યુરિનથી સમસ્યા થઇ શકે છે?
જવબ : ઘણીવાર સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર પેશાબ જવું પડે છે. આ સિવાય ઘણી દવાઓ અને કેટલાક ડ્રિંક્સ એવા પણ હોય છે, જેનાથી પેશાબ જલ્દી આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સમસ્યા વધી રહી છે તો કોઈ ઈન્ફેક્શન કે બીમારીના લક્ષણો હોઈ શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લો.

સવાલ : ઘણીવાર હસતા-હસતા પેશાબ નીકળી જાય છે, તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ?
જવાબ : ઘણા લોકો સાથે એવું બને છે કે જ્યારે તેઓ ખાંસતા, હસતા કે છીંકે છે ત્યારે અચાનક તેમનો પેશાબ નીકળી જાય છે. આ સ્થિતિને તણાવ પેશાબની અસંયમ કહેવામાં આવે છે.જો આ સમસ્યા વધી ગઈ હોય તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. આ સ્થિતિથી સંઘર્ષ કરી રહેલા લોકો માટે કેટલીક કસરતો પણ છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

સવાલ : સૂતા સમયે 8-9 કલાક સુધી પેશાબ નથી આવતો?
જવાબ : સૂતી વખતે આપણા શરીરમાં પેશાબ ઓછો ઉત્પન્ન થાય છે. સૂતી વખતે આપણું મગજ કિડનીને વધુ અને વધુ પાણી શોષવાનો સંકેત આપે છે, જેના કારણે ઓછો પેશાબ ઉત્પન્ન થાય છે. જોકે, ઘણા લોકોને ટોઇલેટ જવા માટે અડધી રાતે ઉઠવું પડે છે.

આ સ્થિતિને નોક્ટુરિયા કહેવામાં આવે છે. આલ્કોહોલ અને કેફીનનું વધુ પડતું સેવન મગજ અને કિડની વચ્ચેના સિગ્નલને નબળું પાડે છે, જેના કારણે નોક્ટ્યુરિયાની સમસ્યા થાય છે. જો તમે દરરોજ રાત્રે પેશાબ જવા માટે જાગતા હોવ તો તેને હળવાશથી ન લો.

સવાલ : બાળકનો જન્મ થયા બાદ મહિલાઓમાં યુરીનેશન વધી જાય છે?
જવાબ : નોર્મલ ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓ વધુ પેશાબ કરવા લાગે છે. આ દરમિયાન, પેશાબ બંધ ન કરો અને શૌચાલય જવાનું ચાલુ રાખો. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન પેશાબ પણ વધી જાય છે. આ ઉપરાંત મેનોપોઝ દરમિયાન મૂત્રાશયની ત્વચા પાતળી થઈ જાય છે અને મૂત્રાશયને લગતી સમસ્યાઓ વધે છે.
(આજના નિષ્ણાત ડૉ. અંશુમન અગ્રવાલ, એપોલો હોસ્પિટલ, દિલ્હીના યુરોલોજિસ્ટ છે. ડૉ. રોમિકા કપૂર, ગાયનેકોલોજિસ્ટ, ભોપાલ.)