તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • If You Stop Seeing Or You Can See Blur Then You May Have A Problem Like Brain Tumor, It Is Necessary To Get Tested.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:જો ઝાંખુ દેખાતું હોય અથવા ન દેખાતું હોય તો બ્રેન ટ્યૂમર જેવી સમસ્યા થઈ શકે છે, બચવા માટે ડીપ આઈ ચેકઅપ કરાવવું જરૂરી

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ડૉ. લીસા સેન્ડર્સ: મને કંઈ દેખાતું નથી. 57 વર્ષની એક વ્યક્તિ આ વાત જોરજોરથી કહી રહી હતી. તેની વાઈફ અને 2 બાળકો દોડીને આવે છે અને જોવે છે કે તે વ્યક્તિ અરિસાની સામે ઊભો હતો. તેણે કહ્યું કે જમણી આંખ બંધ કરી તે કશું જોઈ શકતો નથી. તેની પત્ની આંખોમાં જુએ છે જે બિલકુલ સ્વસ્થ લાગી રહી છે. ન તો આંખ લાલ છે ન તો તેમાં પાણી છે. તે પોતાની આંખ મસળે છે, પરંતુ તેમ છતાં તેને જમણી આંખથી પોતાનું માથું દેખાતું નથી.

તે ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટરના પૂછવા પર તે માણસ કહે છે કે, તેને છાતીમાં દુખાવો થાય છે. CT સ્કેન કરાવ્યો અને બ્લડ વેસલ્સની તપાસ કરાવી તો કોઈ લક્ષણ નથી જોવા મળ્યાં. ત્યારબાદ MRI પણ કરવામાં આવી, તેમાં પણ કશું જોવા ન મળ્યું. ઘણી બધી તપાસ કર્યા પછી ખબર પડી કે, તેને માઈગ્રેનની સમસ્યા છે, તેને લીધે તેનું વિઝન બ્લોક થઈ રહ્યું છે.

આંખોની યોગ્ય તપાસ જરૂરી
અમેરિકન ફિઝિશિયન ડૉક્ટર જે વાંગ કહે છે કે, આવું કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. ઘણી વાર એમ થાય છે કે મગજ અને આંખ વચ્ચે ઈમેજ પ્રોસેસિંગમાં કેટલાક ડિફેક્ટ આવે છે. તેનાં અનેક કારણો હોઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, સૌ પ્રથમ આંખનું ડીપ ચેકઅપ જરૂર કરાવો. જો આંખોમાં કંઈ નથી જોવા મળતું તો CT સ્કેન અને MRI પણ કરાવો.

રેટિનાના ઉપરના ભાગમાં બ્લોકેજ પણ કારણ હોઈ શકે છે
આઈ ડિસીઝ જેમ કે રેટિનાના ઉપરના ભાગમાં બ્લોકેજ હોવો એ પણ બ્લોકનું કારણ હોઈ શકે છે. જ્યારે આંખોમાં કોઈ મોટા પાર્ટિકલ્સ ઘુસી જાય છે અથવા તો ડસ્ટને લીધે ઇનેફેક્શન થઇ જાય છે. જો આવું કઈ થાય તો તેની સારવાર જલ્દી કરાવવી જોઈએ નહિ તો આ કાયમી તકલીફ બની શકે છે.

સ્ક્રીન ટાઈમ વધવાથી આંખોમાં તકલીફ થાય છે
સ્ક્રીન ટાઈમ વધવાથી લોકોને માઈગ્રેનની સાથે આંખોમાં પણ તકલીફ થઇ રહી છે. ખાસ કરીને નોકરિયાત લોકોને. એક્સપર્ટનું કહેવું છે કે, જેટલો સ્ક્રીન ટાઈમ વધારે આટલી તકલીફ વધારે. જો તમે આંખોનું ધ્યાન રાખવા માગતા હો તો આ 6 સલાહ ચોક્કસ માનો.

1. વારંવાર આંખો પટપટાવી: ઑપ્થેલ્મોલોજિસ્ટ ડૉક્ટર વિનિતા રમનાનીનાં જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે આપણી આંખો એક મિનિટમાં 18-20 વખત પટપટે છે, પરંતુ સ્ક્રીન પર કામ કરતી વખતે આ સંખ્યા ઓછી થઇ જાય છે. તેનાથી બચવા માટે અમુક સમયે વારંવાર ઝડપથી આંખો પટપટાવવી જોઈએ.

2. 20-20-20 રુલ: ડૉક્ટર 20-20-20 નિયમ ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં તમને કામ દરમિયાન દર 20 મિનિટમાં 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂરની કોઈ વસ્તુને જોવાની છે. તેનાથી આંખોના મસલ્સ રિલેક્સ થાય છે.

3. ACથી બચવુંઃ એર કન્ડિશનરમાં કામ કરવાથી ડ્રાઈનેસની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં કામ કરવાથી બચવું. જો ACમાં કામ કરી રહ્યા છો તો થોડી થોડીવારે બ્રેક લો. તે ઉપરાંત રૂમની લાઈટને બંધ કરીને કામ ન કરવું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હંમેશાં રૂમમાં સૂર્યપ્રકાશમાં અથવા કૃત્રિમ લાઈટમાં જ કામ કરવું.

4. બ્રેક લોઃ કામ દરમિયાન થોડીક વાર માટે બ્રેક લેતા રહેવું અને નોર્મલ માહોલમાં ફરવું. તે ઉપરાંત નોર્મલ ભોજનની સાથે મલ્ટિ વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ ફૂડનો પણ ઉપયોગ કરવો.

5. ચેર હાઈટને એડજસ્ટ કરોઃ ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આંખોનાં સ્વાસ્થ્ય માટે કામ કરતી વખતે પોશ્ચર અને મોનિટરની વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. પ્રયાસ કરવો કે સ્ક્રીનની હાઈટ નીચી હોય, કેમ કે નીચે જોવાથી આંખો થોડી જ ખુલે છે અને વધારે લુબ્રિક્રન્ટ ઈવેપોરેટ (વરાળ બનીને ઉડી જવું) નથી થતું.

6. જો ચશ્માં હોય તો ઉપયોગ કરવોઃ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જે લોકોને ચશ્માં છે, તેઓ તેનો ઉપયોગ જરૂરથી કરવો. આ વાતથી ફરક નથી પડતો કે ચશ્માં વગર પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો