• Gujarati News
  • Utility
  • If You Plan To Go For A Walk In The Cold, You Should Be Well Prepared, Know The 5 Best Destinations

વિન્ટર ટ્રાવેલિંગ:ઠંડીમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો, તો તૈયારી સારી હોવી જોઈએ, જાણો 5 બેસ્ટ ડેસ્ટિનેશન

2 વર્ષ પહેલા
  • ટ્રાવેલ કરવા માટે યોગ્ય પ્લાન જરૂરી, આવું કરવાથી તમે ઓછા પૈસા અને સમયમાં વધારે એક્સપ્લોર કરી શકશો
  • જગ્યા નક્કી કરતા પહેલા ત્યાં કોરોનાની કેટલી અસર છે તે જાણી લેવું, વધારે હોય તો ન જવું

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો ફરવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ વખતે કોરોના પણ છે. તેથી આ દરમિયાન ટ્રાવેલ કરી રહ્યા છો તમારી તૈયારીઓ વધારે સારી હોવી જોઈએ. જેમ કે, વેધર કન્ડિશન અને કોવિડ સ્ટેટસ. એવી જગ્યાએ જવાનું ટાળવું જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે. વેધર સ્ટેટસ તમારી તૈયારીઓ માટે જરૂરી છે. યોગ્ય પ્લાનિંગ બાદ જ વિન્ટર ટ્રિપ માટે જવું.

પરંતુ સવાલ એ છે કે કોરોનાના સમયમાં દેશમાં કઈ જગ્યાઓ પર ટ્રિપ માટે જઈ શકાય છે. તો તેના માટે અમે 5 જગ્યાઓ શોધી છે. આ જગ્યાઓ પર કોરોનાની અસર ઓછી છે. તે ઉપરાંત શિયાળામાં ફરવા માટે અહીંના રેટિંગ 5માંથી 4 છે. આ જગ્યાઓમાં ઓલી ઉત્તરાખંડ, ગુલમર્ગ જમ્મુ કાશ્મીર, શિલોંગ મેઘાલય, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ અને તવાંગ અરુણાચલ પ્રદેશ સામેલ છે.

યોગ્ય પ્લાનિંગ જરૂરી
ટ્રાવેલ પહેલા એક સારો પ્લાન જરૂરી છે. તે તમને ટ્રાવેલ દરમિયાન ડાઈવર્ટ નહીં થવા દે. તમારે એ નહીં વિચારવું પડે કે ક્યાં જવાનું છે અને ક્યાં નથી? યોગ્ય પ્લાનિંગથી ન માત્ર તમારા સમયનો યોગ્ય ઉપયોગ થશે પરંતુ પૈસા પણ ઓછા ખર્ચ થશે. જ્યારે પ્લાનિંગ વગર ટ્રાવેલ પર જાવ છો તો સમય વધારે જાય છે અને જગ્યાઓને યોગ્ય રીતે એક્સ્પોલર નથી કરી શકતા તેમજ ઘણી વખત ખર્ચો બજેટ બહાર થઈ જાય છે.

ઠંડીમાં ટૂર અને ટ્રાવેલ માટે 5 ડેસ્ટિનેશન

1- ઓલી, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ચમોલીમાં હિમાલયના પર્વતો પર સ્થિત ઔલી સ્કી માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તે દરિયાની સપાટીથી 8200 ફૂટથી 10,010 ફૂટ સુધીની ઊંચાઈ પર આવેલું છે. આ જગ્યા પર રસ્તા કે રોપવે દ્વારા પહોંચી શકાય છે. અહિ નંદાદેવી, કમેટ અને દૂનાગિરિ જેવા પર્વતોની ટોચનો જોરદાર વ્યૂ મળે છે. સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ સુધી ઔલીના ઢોળાવ પર આશરે 3 મીટર ઊંડા બરફની ચાદર પથરાયેલી હોય છે.

2- ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીર
ગુલમર્ગ જમ્મુ-કાશ્મીરના બારામૂલાં જીલ્લામાં ધરતીનું સ્વર્ગ કહેવાતું સુંદર હિલ સ્ટેશન છે. તે ફૂલોના પ્રદેશ તરીકે પણ ફેમસ છે. આશરે 2,730 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. તે સ્કીઈંગનું હબ માનવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીઈંગ પણ અહિ આવેલું છે. તમે શ્રીનગર સુધી ફલાઈટ અને તે પછી બસ કે કેબથી 13 કિમીનો સફર કરીને અહિ પહોંચી શકો છો.

3-શિલોંગ, મેઘાલય
મેઘાલયની રાજધાની શિલોંગ છે. આ દેશનું પ્રથમ એવું હિલ સ્ટેશન છે જ્યાં ચારેબાજુથી પહોંચી શકાય છે. સમુદ્ર તટથી તેની ઊંચાઈ આશરે 1, 491 મીટર અને ગુવાહાટીથી શિલોંગ 100 કિમી દૂર છે. શિલોંગ હિલ સ્ટેશનને ‘હોમ ઓફ ક્લાઉડ’ પણ કહેવામાં આવે છે.સુંદર પર્વતોને લીધે તેને ‘સ્કોટલેન્ડ ઓફ ઇસ્ટ’ પણ કહેવાય છે. અહિ જવા માટે તમારે ટ્રેન કે ફ્લાઈટથી ગુવાહાટી પહોંચવું પડશે. એ પછી બસ કે કેબથી 100 કિમીનો પ્રવાસ કરી તમે શિલોંગ પહોંચી શકો છો.

4- દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગના પહાડી વિસ્તાર, પન્ના ગ્રીન ટી પ્લાન્ટેશનના ખંડોની સાથે ઢોળાવવાળા પહાડી રિઝ પર ફેલાયેલું એક પ્રખ્યાત પર્યટક સ્થળ છે. અહીંનું સૌથી આકર્ષણનું કેન્દ્ર દુનિયાની ત્રીજી સૌથી મોટી ઉંચું શિખર રાજસી કંચનજંગા છે. કંચનજંગા પર શાનદાર તડકો અને સૂર્યાસ્ત જોવા માટે ટૂરિસ્ટ નજીકના શિખરો પર જાય છે. તમે અહીં પહોંચવા માટે ન્યૂ જલપાઈગુડી સુધી ટ્રેન અને બાગડોગરા સુધી પ્લેનની મદદ લઈ શકો છો. ન્યૂ જલપાઈગુડીથી 70 અને બાગડોગરાથી 58 કિલોમીટર બસ અથવા કેબમાં મુસાફરી કરી દાર્જિલિંગ પહોંચી શકો છો.

5- તવાંગ, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશનું અનોખું શહેર તવાંગ, એક પ્રાચની અને અસ્પૃશ્ય ટૂરિસ્ટ પ્લે છે જ્યાં પ્રકૃતિના ઘણા કલર જોવા મળે છે. અહીંની હપિયાળીવાળા ગાઢ જંગલોમાંથી નીકળતા બર્ફીલા શીખરો અને તેમની વચ્ચેથી પસાર થતી બર્ફીલી ગુફાઓ છે. બરફની ચાદર અને પર્વતમાળાઓ વચ્ચે બૌદ્ધ મઠોનું શહેર તવાંગ, તમને એક સાહસિક પરંતુ રોમાંચક યાત્રાનો અનુભવ કરાવે છે. અહીં પહોંચવા માટે તમારે પર્વતોને પાર કરીને વળાંકવાળા પહાડી રસ્તાઓમાંથી પસાર થવું પડે છે. જેમાંથી એક સેલા પાસ પણ છે, જે દુનિયાનું સૌથી ઉંચો મોટરેબલ રોડ છે.

અન્ય સમાચારો પણ છે...