બેંકિંગ:SBIમાં જન ધન અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો થશે, જાણો કેવી રીતે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બેંકે ટ્વીટ કરીને આ અંગે ગ્રાહકોને જાણકારી આપી
 • ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા મળશે

દેશની સૌથી મોટી સરકારી બેંક તેના ગ્રાહકો માટે ઘણા પ્રકારની ખાસ સુવિધાઓ પ્રદાન કરે છે. જો તમે સ્ટેટ બેંકમાં જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે આ કામના સમાચાર છે. બેંક પોતાના જન ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. બેંકે ટ્વીટ કરીને આ અંગે ગ્રાહકોને જાણકારી આપી છે.

બેંકની તરફથી જન ધન ગ્રાહકોને SBI Rupay Jandhan Cardની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે. રૂપે કાર્ડની મદદથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

SBIએ ટ્વીટ કર્યું
SBIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે કે જો તમે SBI રૂપે જન ધન કાર્ડ માટે અરજી કરી છે તો તમને 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર મળશે. તમને જણાવીએ કે આ સરકારી ખાતા હેઠળ ગ્રાહકોને ઘણી ખાસ સુવિધાઓ મળે છે. બેંકની તરફથી ગ્રાહકોને રૂપે કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે, જેના અંતર્ગત તમે પૈસા ઉપાડી શકો છો.

જન ધન ખાતાના ફાયદા-

 • 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા
 • 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર
 • 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર, જે લાભાર્થીના મૃત્યુ પર યોગ્ય શરતો પૂરી થવા પર મળે છે.
 • ડિપોઝિટ પર વ્યાજ મળે છે.
 • ખાતાની સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા પણ આપવામાં આવે છે.
 • જન ધન ખાતું ખોલાવનારને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જેનાથી તેઓ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે.
 • જન ધન ખાતા દ્વારા ઈન્શ્યોરન્સ, પેન્શન પ્રોડક્ટસ સરળતાથી ખરીદી શકાય છે.
 • જન ધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માન ધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખૂલી જશે.
 • સમગ્રે દેશમાં પૈસાને ટ્રાન્સફર કરવાની સુવિધા.
 • સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા અકાઉન્ટમાં આવે છે.

આ રીતે ઓપન કરાવવું અકાઉન્ટ
જો તમારે તમારું નવું જન ધન ખાતું ખોલવું હોય તો નજીકની બેંકમાં જઈને તમે સરળતાથી આ કામ કરી શકો છો. તેના માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાંચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, SMS કોડ અથવા વોર્ડ નંબર, વિલેજ કોડ અથવા ટાઉન કોડ, વગેરે આપવાનું રહેશે.

આ ડોક્યુમેન્ટની મદદથી ખાતું ખોલાવી શકાશે
આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા PAN કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથોરિટી તરફથી જારી લેટર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર લખેલો હોય, ગેજેટેડ દ્વારા જારી લેટર જેના પર ખાતું ખોલાવ્યાનો અટેસ્ટેડ ફોટો હોય.