કોરોનાકાળમાં ઘણા લોકોને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવે છે. પરંતુ આવું કરતા પહેલા તમારે PPFમાંથી મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવાનો નિયમ અને તેના પર લાગતા ચાર્જ વિશે જાણવું જોઈએ. અમે તમને PPFમાંથી પ્રી-મેચ્યોરિટી વિડ્રોઅલ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.
5 વર્ષ પહેલા પૈસા નહીં ઉપાડી શકાય
PPF ખાતું ખોલવાના વર્ષથી 5 વર્ષ સુધી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. આ સમયગાળો પૂરો થયા બાદ ફોર્મ 2 ભરીને પૈસા ઉપાડી શકાશે. આ પરિસ્થિતિમાં પૈસા ઉપાડી શકાય છે.
પેનલ્ટી ચૂકવવી પડશે
15 વર્ષ પહેલા પૈસા ઉપાડવા પર તમારા ફંડમાંથી 1% કટ કરવામાં આવશે. એટલે કે જો કોઈ વ્યક્તિને વર્તમાન યોગદાન પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું હતું પરંતુ તે સમય પહેલા PPF ખાતું બંધ કરે છે, તો તેને 6.1 ટકા જ વ્યાજ મળશે. એટલે કે તમે 5 વર્ષ બાદ પૈસા ઉપાડી શકો છો.
PPF અકાઉન્ટ પર લોન લેવાની સુવિધા મળે છે?
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો.જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.
PPF પર લોન લીધા પહેલા લોનની મૂળ રકમ ચૂકવવાની હોય છે, ત્યારબાદ વ્યાજ. મૂળધનને બે અથના તેનાથી વધારે ઈન્સ્ટોલમેન્ટ અથવા મંથલી ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવી શકાય છે. લોનના મૂળધન રકમની ચૂકવણી જે મહિનામાં લોન લેવામાં આવી તેના 36 મહિનાની અંદર કરવાની હોય છે. લોન માટે અસરકારક વ્યાજ દર PPF પર મળતા વ્યાજ કરતા માત્ર 1% વધારે રહે છે. વ્યાજને બે મંથલી ઈન્સ્ટોલમેન્ટ અથવા એક સામટી ચૂકવણી કરી શકાય છે. જો તમે નિયત સમયની અંદર મૂળધન ચૂકવો છો પરંતુ વ્યાજનો અમુક હિસ્સો બાકી છે તો તે તમારા PPF અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.