• Gujarati News
  • Utility
  • If You Need Money On Diwali, You Can Take Loan On PPF Account, Know Important Things Related To It Here

કામની વાત:દિવાળીનાં શૉપિંગમાં પૈસાની જરૂરિયાત PPF અકાઉન્ટ પર લોન લઈ પૂરી કરી શકો છો, જાણો ડિટેલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PPF અકાઉન્ટ પર મેક્સિમમ 3 વર્ષ માટે લોન લઈ શકાય છે

દિવાળીના શૉપિંગમાં તમારા પૈસાની જરૂરિયાત તમારું PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અકાઉન્ટ પૂરી કરી શકે છે. તમારી પર્સનલ જરૂરિયાત પૂરી કરવા માટે PPF પર માત્ર 1%ના વ્યાજ દરે લોન લઈ શકાય છે. આજે અમે તમને PPF પર મળતી લોનની સગવડથી અવગત કરાવીશું.

PPF અકાઉન્ટ પર ક્યારે અને કેટલી લોન લઈ શકાય છે?
તમારાં PPF અકાઉન્ટ પર તમે લોન પણ લઈ શકો છો. ચાલું નણાકીય વર્ષ પૂરૂં થયાના 1 વર્ષ પછીથી લઈને પાંચમું વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFથી લોન લઈ શકો છો.

આ ટાઈમ પીરિયડને સમજીએ તો જાન્યુઆરી 2017માં PPF અકાઉન્ટ ઓપન કરાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023 સુધી લોન લઈ શકો છો. પોસ્ટ ઓફિસના નિયમ પ્રમાણે, જો તમે આ દિવાળીએ લોન માટે અરજી કરવાના છો તો તમને 31 માર્ચ 2020 સુધી જમા રકમના મેક્સિમમ 25% સુધી લોન મળી શકે છે.

માત્ર 1% વ્યાજ દર
PPF અકાઉન્ટ પર મળતાં વ્યાજ પર એક્સ્ટ્રા 1% વ્યાજ આપવું પડે છે. PPF પર લોન લેવા માટે પહેલાં લોનની મૂળ રકમ ચૂકતે કરવી પડે છે. ત્યાર બાદ વ્યાજ આપવાનું હોય છે. મૂળ રકમ 2 અથવા તેના કરતાં વધારે ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકતે કરી શકાય છે.

મૂળ રકમ પરનું વ્યાજ 2 મંથલી ઈન્સ્ટોલમેન્ટમાં આપી શકાય છે. જો તમે લિમિટેડ ટાઈમ પીરિયડમાં મૂળ રકમની ચૂકવણી કરી દો છો પરંતુ વ્યાજ થોડું જ બાકી હોય તો તે તમારાં PPF અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.

ટાઈમ લિમિટ
PPF અકાઉન્ટ પર મેક્સિમમ 3 વર્ષ માટે લોન લઈ શકાય છે. આ ટાઈમ લિમિટમાં લોન ચૂકતે કરવાની હોય છે. એક વર્ષમાં એક વખત આ લોન લઈ શકાય છે. એક વખત લીધેલી લોનની રકમ ચૂકવ્યા બાદ જ બીજી લોન લઈ શકાય છે.

લોન ચૂકતે ન કરી તો....
જો 36 મહિનામાં લોનની ચૂકવણી ન કરી અથવા આંશિક રીતે ચૂકવી તો વધેલી લોનની રકમ પર વાર્ષિક 6%નું વ્યાજ લેવામાં આવશે. અર્થાત 1% વ્યાજ દરને બદલે લોનની ચૂકવણની ન કરવા પર 6%નો વ્યાજ દર લાગુ પડશે.

આ રીતે લોન લઈ શકાશે
તમારું PPF અકાઉન્ટ જે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં હોય તેમાં તમે લોન માટે અરજી કરી શકો છો. તેના માટે તમારે PPF અકાઉન્ટના ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ સિવાય કેટલાક ડોક્યુમેન્ટ આપવા પડશે. આ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.