• Gujarati News
  • Utility
  • If You Need Money In Corona Period, Also Take A Loan On PPF Account, You Can Easily Get A Loan At Low Interest.

સુવિધા:કોરોનાકાળમાં પૈસાની જરૂર પડી તો PPF અકાઉન્ટ પર પણ લોન લો, ઓછા વ્યાજે સરળતાથી લોન મળી જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના રોગચાળાને કારણે ઘણા લોકોની કમાણી બંધ અથવા ઓછી થઈ ગઈ છે. આને કારણે લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અકાઉન્ટ તમારી આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે. તમે ફક્ત 1%ના વ્યાજ દરે PPF પર લોન લઈ શકો છો. આજે અહીં તમને PPF પર મળી રહેલી લોનની સુવિધા વિશે જણાવવામાં આવી રહ્યું છે.

PPF અકાઉન્ટ પર ક્યારે અને કેટલી લોન લઈ શકાય?
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.​​​​​​​

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
PPF પર લોન લીધા પહેલા લોનની મૂળ રકમ ચૂકવવાની હોય છે, ત્યારબાદ વ્યાજ. મૂળધનને બે અથના તેનાથી વધારે ઈન્સ્ટોલમેન્ટ અથવા મંથલી ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવી શકાય છે. લોનના મૂળધન રકમ અકાઉન્ટ ધારક દ્વારા જે મહિનામાં લોન લેવામાં આવી હોય છે, તેના પ્રથમ દિવસથી લઈને 36 મહિનાના અંત સુધીમાં ચૂકવવાની રહેશે. લોન માટે અસરકારક વ્યાજ દર PPF પર મળતા વ્યાજ કરતા માત્ર 1% વધારે રહે છે. વ્યાજને બે મંથલી ઈન્સ્ટોલમેન્ટ અથવા એક સામટી ચૂકવણી કરી શકાય છે. જો તમે નિયત સમયની અંદર મૂળધન ચૂકવો છો પરંતુ વ્યાજનો અમુક હિસ્સો બાકી છે તો તે તમારા PPF અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.​​​​​​​

કેટલા સમય માટે લોન લઈ શકાય?
તમે PPF અકાઉન્ટ પર મહત્તમ ત્રણ વર્ષ એટલે કે 36 મહિના સુધી લોન લઈ શકો છો. આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલી લોન ચૂકવવાની રહે છે. તમને વર્ષમાં એકવાર જ લોન મળશે. સંપૂર્ણ રકમ જમા કર્યા પછી જ તમે ફરીથી લોન લેવા પાત્ર બનશો.

સમયસર લોનનું રિપેમેન્ટ ન કર્યું તો?
જો તમે 36 મહિનાની અંદર લોનની રકમ (સંપૂર્ણ અથવા અંશત) ન ચુકવો તો લોનની બાકી રકમ વાર્ષિક વ્યાજ 6% વધુ ચૂકવવું પડશે. આ 6% વ્યાજ દર જે મહિનામાં લોન લીધી છે, તેના આગામી મહિનાના પહેલા દિવસથી લઈને જે મહિનાનો છેલ્લો હપ્તો ચૂકવવાનો હશે, તેના છેલ્લા દિવસ સુધી લાગુ રહેશે. એટલે કે પહેલા જે વ્યાજ દર 1% હતા, તે જો 36 મહિનાની અંદર લોનની ભરપાઈ કરવામાં નહીં આવે, તો તે લોનની શરૂઆતથી 6% થઈ જશે.

જો અકાઉન્ટધારકનું મોત થઈ જાય છે તો તેનો નોમિની અથવા કાયદેસરના વારસદાર તેની લોન વ્યાજ ચૂકવશે. PPF પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે અલગ અલગ હોય છે, પરંતુ લોન લેતી વખતે જેટલા વ્યાજ દર હશે એટલા જ રહેશે.​​​​​​​

લોન કેવી રીતે લઈ શકાય?
તમારે તમારું PPF અકાઉન્ટ જ્યાં હોય ત્યાં જઇને આ માટે અરજી કરવાની રહેશે. આમાં તમારા PPF અકાઉન્ટના ડોક્યૂમેન્ટ અને આધાર કાર્ડ સિવાય અન્ય કેટલાક ડોક્યૂમેન્ટ્સ આપવાના રહેશે. આ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો