• Gujarati News
  • Utility
  • If You Need Money And You Are Thinking Of Breaking The FD Ahead Of Time You Will Have To Pay A Penalty Of Up To 1%

પર્સનલ ફાઈનાન્સ:જો તમને પૈસાની જરૂર છે અને તમે સમય પહેલાં FD તોડવાનું વિચારી રહ્યા છો તો 1 ટકા સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SBI 0.50થી લઈને 1 ટકા સુધી પેનલ્ટી વસૂલે છે
  • પૈસાની જરૂર પડવા પર તમે FD પર લોન પણ લઈ શકો છો

જો તમે પણ કોરોના ક્રાઈસિસના કારણે પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તમને આ સમસ્યામાંથી બહાર કાઢી શકે છે. તમને જરૂર હોય તો સમય પહેલાં તેમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. જો કે, તેના પર પેનલ્ટી ચૂકવવી પડે છે. જાણો આ સુવિધા વિશે...

કેટલું વ્યાજ મળશે?
જો તમે સમય પહેલાં FD બ્રેક કરો છો તો તમને જે દરે FD ખોલાવી હશે એટલા દરે વ્યાજ નહીં મળે. જેમ કે, 1 લાખની FD પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે, પરંતુ તમે તેને 6 મહિના બાદ તોડો છો તો 6 મહિનાની FD પર 5 ટકા જ વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે તો આવી સ્થિતિમાં બેંક તમારા પૈસા પર 5 ટકાના દરે વ્યાજ આપશે, 6 ટકાના દરે વ્યાજ નહીં આપે.

કેટલી પેનલ્ટી ચૂકવવી પડે છે
દેશની સૌથી મોટી બેંક SBIના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધી FD કરાવે છે તો, તો FD મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા સુધી પેનલ્ટી ચૂકવવી પડશે. આ પ્રકારે 5 લાખથી વધારે અને એક કરોડથી ઓછી FD પર 1 ટકા પેનલ્ટી સમય પહેલાં બ્રેક કરવા પર આપવી પડશે. સમયગાળાના હિસાબથી વ્યાજ સુનિશ્ચિત કર્યા બાદ તેમાં FDની રકમના હિસાબથી 0.50 ટકા અથવા 1 ટકા વ્યાજની કપાત કરીને તમને પૈસા આપવામાં આવે છે. મોટાભાગની બેંક 1 ટકા સુધી પેનલ્ટી વસૂલે છે.

આ રીતે સમજો સંપૂર્ણ ગણિત?
જો તમે 1 લાખની FD 1 વર્ષ માટે કરાવો છો તો તેના પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં એક વર્ષ પૂર્ણ થવા પર તમને 106,167 રૂપિયા મળશે. તેમજ જો તમે 6 મહિના બાદ પૈસા ઉપાડો છો તો તેના પર 5 ટકાના દરે વ્યાજ મળશે તે ઉપરાંત 0.50 ટકાની પેનલ્ટી વસૂલવામાં આવશે. આવી સ્થિતિમાં તમે 6 મહિના બાદ પૈસા ઉપાડવા પર કુલ 102,469 રૂપિયા મળશે.

FD પર લઈ શકાય છે લોન
તેના અંતર્ગત FDની વેલ્યૂના 90 ટકા સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે, તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં તમારે 1-2% વધુ વ્યાજ આપવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4 ટકા વ્યાજ મળી રહ્યું છે તો તમને 5થી 6 ટકા વ્યાજ દરે લોન મળી શકે છે.

અહીં જાણો કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંકલોનના વ્યાજ દર(%)ન્યૂનતમ લોન (રૂપિયા)મહત્તમ લોન
SBIFD રેટ + 1%

ઓનલાઈન : 25000

બ્રાંચ પર : કોઈ મર્યાદા નથી

FDના 95% સુધી
પંજાબ નેશનલ બેંકFD રેટ + 1%

ઓનલાઈન : 25000

બ્રાંચ પર : કોઈ મર્યાદા નથી

FDના 95% સુધી
એક્સિસ બેંકFD રેટ + 2%25000FDના 85% સુધી
HDFCFD રેટ + 2%25000FDના 90% સુધી
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સFD રેટ +1%કોઈ મર્યાદા નથી
FDના 95% સુધી
ફેડરલ બેંકFD રેટ + 2%કોઈ મર્યાદા નથીFDના 90% સુધી
ઈન્ડિયન બેંકFD રેટ + 2%કોઈ મર્યાદા નથીFDના 90% સુધી
બંધન બેંકFD રેટ + 1.5-2%કોઈ મર્યાદા નથીFDના 90% સુધી

અન્ય સમાચારો પણ છે...