તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Need Money And You Are Planning To Withdraw Money From PPF Account, Here Are The Relevant Rules.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામની વાત:જો તમને પૈસાની જરૂર હોય અને તમે PPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અહીં જાણો તેના સંબંધિત નિયમો

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના ક્રાઈસિસના કારણે ઘણા લોકોને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવે છે. પરંતુ આવું કરતા પહેલા તમારે PPFમાંથી મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવાનો નિયમ અને તેના પર લાગતા ચાર્જ વિશે જાણવું જોઈએ. અમે તમને PPFમાંથી પ્રી-મેચ્યોરિટી વિડ્રોઅલ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.

શું મેચ્યોરિટી પહેલા PPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે?
PPF ખાતું ખોલવાના વર્ષથી 5 વર્ષ બાદ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. આ સમયગાળો પૂરો થયા બાદ ફોર્મ 2 ભરીને પૈસા ઉપાડી શકાશે. જો કે, 15 વર્ષ પહેલા પૈસા ઉપાડવા પર તમારા ફંડમાંથી 1% કટ કરવામાં આવશે. એટલે કે તમે 5 વર્ષ બાદ પૈસા ઉપાડી શકો છો.

કયા કયા કામો માટે પૈસા ઉપાડી શકાય છે?
5 વર્ષ બાદ તમે તમારા જીવનસાથી, ડિપેન્ડેન્ટ બાળકો અથવા પેરેન્ટ્સની કોઈ ગંભીર બીમારીની સારવાર માટે પૈસા ઉપાડી શકો છો. તે સિવાય અકાઉન્ટ હોલ્ડર સગીર છે, તો તે હાયર એજ્યુકેશન માટે પણ પૈસા ઉપાડી શકે છે. તેના માટે અકાઉન્ટ હોલ્ડરને જરૂરી દસ્તાવેજ આપવા પડશે.

શું PPF અકાઉન્ટ પર લોન લેવાની સુવિધા મળે છે?
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.​​​​​​​​​​​​​​

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
PPF પર લોન લીધા પહેલા લોનની મૂળ રકમ ચૂકવવાની હોય છે, ત્યારબાદ વ્યાજ. મૂળધનને બે અથના તેનાથી વધારે ઈન્સ્ટોલમેન્ટ અથવા મંથલી ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવી શકાય છે. લોનના મૂળધન રકમ અકાઉન્ટ ધારક દ્વારા જે મહિનામાં લોન લેવામાં આવી હોય છે, તેના પ્રથમ દિવસથી લઈને 36 મહિનાના અંત સુધીમાં ચૂકવવાની રહેશે. લોન માટે અસરકારક વ્યાજ દર PPF પર મળતા વ્યાજ કરતા માત્ર 1% વધારે રહે છે. વ્યાજને બે મંથલી ઈન્સ્ટોલમેન્ટ અથવા એક સામટી ચૂકવણી કરી શકાય છે. જો તમે નિયત સમયની અંદર મૂળધન ચૂકવો છો પરંતુ વ્યાજનો અમુક હિસ્સો બાકી છે તો તે તમારા PPF અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.​​​​​​​

સમયસર લોનનું રિપેમેન્ટ ન કર્યું તો?
જો તમે 36 મહિનાની અંદર લોનની રકમ (સંપૂર્ણ અથવા અંશત) ન ચુકવો તો લોનની બાકી રકમ વાર્ષિક વ્યાજ 6% વધુ ચૂકવવું પડશે. આ 6% વ્યાજ દર જે મહિનામાં લોન લીધી છે, તેના આગામી મહિનાના પહેલા દિવસથી લઈને જે મહિનાનો છેલ્લો હપ્તો ચૂકવવાનો હશે, તેના છેલ્લા દિવસ સુધી લાગુ રહેશે. એટલે કે પહેલા જે વ્યાજ દર 1% હતા, તે જો 36 મહિનાની અંદર લોનની ભરપાઈ કરવામાં નહીં આવે, તો તે લોનની શરૂઆતથી 6% થઈ જશે.

જો અકાઉન્ટ ધારકનું મોત થઈ જાય છે તો તેનો નોમિની અથવા કાયદેસરના વારસદાર તેની લોન વ્યાજ ચૂકવશે. PPF પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે અલગ અલગ હોય છે, પરંતુ લોન લેતી વખતે જેટલા વ્યાજ દર હશે એટલા જ રહેશે.​​​​​​​

જો તમે PPF અકાઉન્ટમાં સતત રોકાણ નથી કરી શકતા તો શું થશે?
PPF અકાઉન્ટમાં તમારે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેમજ એક નાણાકીય વર્ષમાં તેમાં મહત્તમ રોકાણ 1.5 લાખ રૂપિયા કરી શકાય છે. જો તમે કોઈ નાણાકીય વર્ષમાં 500 રૂપિયા જમા કરવાનું ભૂલી જાવ છો તો તમારું PPF અકાઉન્ટ નિષ્ક્રિય (ઈનએક્ટિવ) કરવામાં આવે છે. જો એક વખત PPF અકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે તો તમે તેને 15 વર્ષ પહેલા બંધ નહીં કરી શકો.

ઈનએક્ટિવ થયેલા અકાઉન્ટ પર લોન લેવાની સુવિધા નથી મળતી. આવી સ્થિતિમાં જો તમે કોઈ નાણાકીય વર્ષમાં યોગદાન આપવાનું ભૂલી જાવ છો તો તેને ફરીશી શરૂ કરાવી લો, ત્યારબાદ ફરીથી એક્ટિવ થઈ જશે. મેચ્યોરિટીની તારીખ પહેલા બંધ પડેલા PFF અકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરી શકાતું નથી.

PPFને ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય છે?
જો તમારું PPF અકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય તો તેને ફરીથી શરૂ કરવા માટે તમારે તે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં લેખિત અરજી આપવી પડશે જ્યાં તે ખોલાવ્યું છે. ત્યારબાદ તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસને તમારા અકાઉન્ટને શરૂ કરાવવા માટે એક એપ્લિકેશન આપવી પડશે. તેના માટે તમારે ઓછામાં ઓછા વાર્ષિક 500 રૂપિયાના યોગદાનની સાથે પેનલ્ટી પણ આપવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો