તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં ઠંડી પડી રહી છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછી. પરંતુ, સ્મોગ તો લગભગ બધી જગ્યા છવાયેલો છે. તેવામાં પોતાને એર પોલ્યુશનથી બચાવવા એ એક મોટી પરીક્ષા સમાન છે. ઘરની અંદર પ્રદૂષિત હવા ના ઘૂસે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આથી આ સીઝનમાં ઘરમાં રિપેરિંગની વધારે જરૂર પડે છે. એમ પણ આપણા ઘરમાં નાના-મોટા કામ આવતા રહે છે. જેમ કે બારી-દરવાજાના હોલ ફિક્સ કરવા, નળ ઢીલા થઇ જાય તો તેને ટાઈટ કરવા, ફર્નિચર રિપેર કરવું વગેરે.
આપણામાંથી મોટાભાગના લોકો રિપેરિંગ માટે પ્લમ્બર કે મિકેનિકના ભરોસે રહે છે. તે લોકો ચાર્જ પણ વધારે લે છે. જો તમે જાતે આ કામ શીખ જશો તો બહારના લોકોના ભરોસે નહિ રહેવું પડે અને ઘરનું રિપેરિંગ કામ તમે જાતે કરી શકશો.
ટૂલ બોક્સ બનાવવાથી શરુઆત કરો
ઘરમાં રિપેરિંગ માટે સૌથી જરૂરી છે, ટૂલ્સ કલેક્શન જે ઘરની વસ્તુઓના રિપેરિંગમાં કામમાં આવે. આજકાલ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઈટ પર ડોમેસ્ટિક ટૂલ બોક્સ મળી જાય છે. તમે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો કે બહારથી પણ લઇ શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે તમારું ટૂલ બોક્સ સ્માર્ટ હોય જે દરેક પ્રકારની ઈમર્જન્સીમાં કામમાં આવે.
પોતાની સુરક્ષા માટે આઉટ-ફિટ ટૂલ જરૂરી ઘણીવાર એવું થાય છે કે ઘરમાં કોઈ વસ્તુને સરખી કરવા જતા આપણને ઈજા થાય છે. જો તમારી પાસે આઉટ ફિટ ટૂલ જે સેફ્ટી ટૂલ છે તો તમે ઇન્જરીથી બચી શકો છો.
જો ટોઇલેટ લીવર તૂટી ગયું છે તો તેને બદલો
ટોઇલેટ લીવર તૂટી ગયું હોય તો તેને સરળતાથી ફિક્સ કે ચેન્જ કરી શકાય છે. સૌપ્રથમ સમજો કે ટોઇલેટ લીવર શું હોય છે? તે ટોઇલેટ સીટની ઉપર લાગેલું હોય છે, જેને ફ્લશ કરવા દબાવી શકાય છે. જો તે ચાલતું ના હોય તો સૌથી પહેલા તેની વોટર ટેંક બહાર કાઢો અને તેમાં લાગેલી ચેન ફરીથી કનેક્ટ કરો. જો હેન્ડલ ખરાબ હોય તો તેને બદલી દો. હેન્ડલને જોડતા નટ, મેટલ રોડ અને ચેન પણ તૂટી શકે છે. આ કારણે ટોઇલેટ લીવર કામ કરવાનું બંધ કરી દે છે. આ બધા સાધનો માર્કેટમાં સરળતાથી મળી જાય છે.
બાથરૂમ અને કિચનમાં પાઈપ લીક થઈ રહી છે તો તેને બદલી દો
કિચન અને બાથરૂમના સિન્કની પાઈપ ઘણી વાર લીક કરવા લાગે છે. ઘણી વખત તે લૂઝ થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. તેને બદલવા માટે સૌથી પહેલાં તમારે પાણીને રોકવાનું છે. ત્યારબાદ તમે જુઓ કે પાઈપની અંદર કોઈ પ્રકારની ખામી તો નથી ને જો તે ટેમ્પરરી ફિક્સ થઈ શકતી હોય તો તેને કરો. જો પાઈપ જૂની થઈ ગઈ હોય તો તેને બદલી નાખો.
ઘરમાં સ્વિચ ખરાબ થઈ હોય તો બદલો
ઘરમાં સૌથી વધારે રિપેરિંગ વર્ક ઈલેક્ટ્રિક સ્વિચનું થાય છે. જોકે આ કામ ઈલેક્ટ્રિશિયન પાસે જ કરાવવું જોઈએ, પરંતુ જો તમને આ કામ સારી રીતે આવડે છે તો સેફ્ટી સાથે તે કરી લેવું. તેના માટે તમે ખાસ પ્રકારના ટૂલ્સની મદદ લઈ શકો છો.
દીવાલના હોલ્સ ભરો
ઘણી વખત ઘરમાં કાપડ, ટીવી અને ફ્રેમ ફિક્સ કરવા માટે આપણે ખીલ્લી મારતા હોઈએ છીએ. તેનાથી ઘરની દીવાલ પર હોલ્સ પડી જાય છે. પુટ્ટી દૂર થઈ જવાથી દીવાલમાં હોલ્સ થાય છે. તેને પણ તમે સરળતાથી ફિક્સ કરી શકો છો. તેના માટે પુટ્ટી નાઈફની મદદથી દીવાલના હોલ્સ ભરો અને તેને સૂકાવા દો.
જ્યારે તે સૂકાઈ જાય તો સેન્ડ પેપરની મદદથી તેને લેવલ અપ કરો. ત્યારબાદ તેના ઉપર પેઈન્ટ કરો. તેના માટે તમને કોટ પેન્ટની જરૂરિયાત પડશે. ઘરના મોટા હોલ્સ ભરવા થોડા મુશ્કેલ છે. તેના માટે તેના પર પ્લાયવુડનો એક ટુકડો ફિક્સ કરી દો. ત્યારબાદ પુટ્ટીથી કવર કરી તે સૂકાઈ જાય એટલે કલર કરો.
વિન્ડો ખરાબ થઈ ગઈ હોય તો તેને ફિક્સ કરો
જો ઘરની બારી ખૂલી નથી રહી તો તેનું કારણ ધૂળ જમા થવી અથવા કાટ હોઈ શકે છે. તેના માટે બારીના ગેટ પર ગ્રીસ લગાવો. જો બારીનો કાચ ખરાબ થઈ ગયો છે તો તેને બદલી શકો છો. તેના માટે કટરનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી કાચ સરળતાથી નીકળી જશે. તમે વિન્ડોને કલર પણ કરી શકો છો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.