તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • If You Invest In Gold Mutual Fund, You Will Get More Benefits, You Can Start Investing By Paying Rs. 1,000 Through SIP.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્વેસ્ટમેન્ટ:ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો વધારે ફાયદો થશે, SIPના માધ્યમથી 1,000 રૂપિયા ભરીને રોકાણની શરૂઆત કરી શકાય

4 દિવસ પહેલા
  • ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ETFનો જ એક પ્રકાર છે
  • ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ લોડ 1 વર્ષનો હોય છે

આપણા દેશમાં સોનાના રોકાણ માટે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક નવું માધ્યમ બની રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીનું રિટર્ન લગભગ 30% જેટલું રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો અહીં તમને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવામાં આવ્યું છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ શું છે?
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું ગોલ્ડ ETF છે. આ એવી યોજનાઓ છે જે મુખ્યત્ત્વે ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ સીધું સોનામાં રોકાણ કરતા નથી, પરંતુ પરોક્ષ રીતે રોકાણ કરે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એ ઓપન-એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે, જે ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ગોલ્ડ ETF)માં રોકાણ કરે છે અને તેમની નેટ એસેટ વેલ્યુ (NAV) ETFના પ્રદર્શન સાથે જોડાયેલી હોય છે.

રોકાણની શરૂઆત 1,000 રૂપિયા ભરીને કરી શકાશે
તમે 1,000 રૂપિયાથી ઓછી માસિક SIP સાથે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. આમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી નથી. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા તમે તેમાં રોકાણ શરૂ કરી શકો છો.

કેટલો ટેક્સ ભરવાનો રહે છે?
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ૩વર્ષથી વધુના રોકાણને લોન્ગ ટર્મ માનવામાં આવે છે અને તેના નફાને લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) કહેવામાં આવે છે. LTCG પર ઇન્ડેક્સિંગ બેનિફિટ (પલ્સ સરચાર્જ, જો કોઈ હોય તો અને સેસ) સાથે સોના પર 20%ના દરે ટેક્સ લાગુ કરવામાં આવે છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેન (STCG) પર રોકાણકારને લાગુ સ્લેબ દરે ટેક્સ આપવાનો રહે છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ લોડ 1 વર્ષનો હોય છે
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્ઝિટ લોડ હોઈ શકે છે, જે સામાન્ય રીતે 1 વર્ષ સુધીનો હોય છે. જ્યારે તમે કોઈ ચોક્કસ સમયગાળા પહેલાં તમારા રોકાણનો નફો મેળવવા માગતા હો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્ઝિન લોડ લગાવે છે. એક્ઝિટ લોડ રોકાણકારોને બહાર જતા અટકાવવા માટે લગાવવામાં આવે છે.એક્ઝિટ લોડ લાગુ કરવા માટે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સનો સમય અલગ હોય છે. એક્ઝિટ લોડ તમારી NAVનો નાનો ભાગ હોય છે, જે તમે બહાર જાઓ ત્યારે કાપી નાખવામાં આવે છે.

રોકાણ કરવા માટે 5 બેસ્ટ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ

ફંડનું નામછેલ્લાં 6 મહિનાનું રિટર્ન (%)છેલ્લાં​​​​​​​ 1 વર્ષનું રિટર્ન (%)છેલ્લાં​​​​​​​ 3 વર્ષનું રિટર્ન (%)છેલ્લાં​​​​​​​ 5 વર્ષનું રિટર્ન (%)
ઇન્વેસ્કો ઇન્ડિયા ગોલ્ડ ફંડ5.329.217.614.4
આદિત્ય બિરલા સન લાઇફ ગોલ્ડ ફંડ4.628.117.413.7
SBI ગોલ્ડ ફંડ4.929.817.713.1
નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ સેવિંગ ફંડ4.429.117.512.9
HDFC ગોલ્ડ ફંડ5.030.017.813.2

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો