બેંક ગ્રાહકો માટે જરૂરી અને કામના સમાચાર છે. અત્યારે સાયબર અટેકના કિસ્સા વધી ગયા છે. આવી સ્થિતિમાં વધુ સાવધાની રાખવી જોઈએ. હકીકતમાં ગૂગલ પ્લે સ્ટોર પર અત્યારે ખતરનાક એન્ડ્રોઈડ એપ્સની ઓળખ થઈ છે, આ એપ્સ માલવેરથી સંક્રમિત છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે.
સાયબર સિક્યોરિટી રિસર્ચર Zscalerની ThreatLabzના રિપોર્ટના અનુસાર, આ પ્રકારની કુલ 11 એપની ઓળખ કરવામાં આવી છે, જે બેંકિંગ ફ્રોડની ઘટનાઓ માટે જવાબદાર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ એપને અત્યાર સુધી લગભગ 30,000થી વધુ વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા ફોનમાં આ એપ છે તો તેને અત્યારે જ ડિલીટ કરી દો નહીં તેનાથી તમને નુકસાન થઈ શકે છે અને તમારું ખાતું ખાલી થઈ શકે છે.
જાણો આ એપ કેવી રીતે નુકસાન પહોંચાડે છે
રિપોર્ટના અનુસાર, આ જોકર માલવેર એક ફેમસ વેરિઅન્ટ છે, તેને સ્પેશિયલી એન્ડ્રોઈડ ડિવાઈસ માટે બનાવવામાં આવ્યો છે જ્યાંથી યુઝર્સ પર હુમલો કરે છે. તેનાથી જાસૂસી કરવા, મેસેજ અને SMS દ્વારા જાણકારી ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જોકર માલવેરથી સંક્રમિત મોબાઈલથી બેંકિંગ ફ્રોડ કરવામાં આવે છે. તે સાથે જોકર એન્ડ્રોઈડ અલર્ટ સિસ્ટમ દ્વારા તમામ નોટિફિકેશનની પરવાનગી મેળવવામાં આવે છે. ટ્રાન્સલેટ ફ્રી, PDF કન્વર્ટર સ્કેનર, Delux કી-બોર્ડ દ્વારા જોકર માલવેર ફોનમાં પહોંચે છે.
આ ખરતનાક એપ્સને ફોનમાંથી ડિલીટ કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.