તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Have Taken An Education Loan For Your Children, You Can Avail Tax Exemption On It, Learn The Rules Here

તમારા ફાયદાની વાત:તમે તમારા બાળકો માટે એજ્યુકેશન લોન લીધી હોય તો, તમે તેના પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો, અહીં જાણો આ અંગેના નિયમો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ થઈ ગયું છે. ઈન્કમ ટેક્સ ફાઈલ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમે કયા પ્રકારની લોન પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. જો તમે તમારા બાળકોના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી છે તો તેના માટે ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ ઈન્દોર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શાખા) તમને તેના પર મળતી ટેક્સ છૂટ વિશે જણાવી રહ્યા છે.

એજ્યુકેશન લોનના વ્યાજ પર પણ ટેક્સ છૂટનો ફાયદો
ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80E અંતર્ગત એજ્યુકેશન લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. આ પ્રકારના કપાતના દાવા કરવા સંબંધિત મહત્ત્વપૂર્ણ શરતો એ છે કે લોન કોઈ મહિલા અથવા તેના પતિ અથવા બાળકો દ્વારા હાયર એજ્યુકેશન (ભારત અથવા વિદેશમાં) માટે બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લેવી જોઈએ. કોઈ આ કપાતનો દાવો તે વર્ષથી શરૂ કરી શકે છે જેમાં લોન ચૂકવવામાં આવે છે અને આગામી 7 વર્ષ સુધી અથવા લોન ચૂકવવામાં આવે તે પહેલાં, જે પણ પહેલાં હોય.

1થી વધારે બાળકોના અભ્યાસ માટે એજ્યુકેશન લોન પર ટેક્સ છૂટ મળશે
જો તમારે 2 બાળકો છે અને તમે બંને માટે એજ્યુકેશન લોન લીધી છે તો તમે સેક્શન 80E અંતર્ગત બંનેની લોન માટે ચૂકવેલા વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તેમાં મહત્તમ ટેક્સ છૂટની મર્યાદા નથી.

ઉદાહરણથી સમજો
ધારો કે, તમારી દીકરી માટે તમે પહેલાથી જ એજ્યુકેશન લોન લઈ રાખી છે અને તેના પર ચૂકવવામાં આવતા વાર્ષિક વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ તમે લઈ રહ્યા છો. હવે જો તમે તમારા દીકરાના અભ્યાસ માટે પણ એજ્યુકેશન લોન લઈ લીધી છે તો તેના પર પણ તમે ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.

જો બંને માટે તમે 10%ના વ્યાજે 10-10 લાખની લોન લીધી છે, તો કુલ 20 લાખ રૂપિયાનું વાર્ષિક વ્યાજ 2 લાખ રૂપિયા થાય છે. તો તમને આ 2 લાખના વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ મળશે. એટલે કે કુલ ટેક્સેબલ ઈન્કમમાંથી આ રકમ માઈનસ થઈ જશે.

30 સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકાય છે
નાણાકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન 30 સપ્ટેમ્બર સુધી ફાઈલ કરવાનું છે. આ તારીખ સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા પર તમારે કોઈ વધારાના ચાર્જ ચૂકવવો પડશે નહીં.