તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LICના ગ્રાહકોને રાહત:જો તમે પણ હોમ લોન લીધી છે તો તમારે 6 મહિના સુધી EMIની ચૂકવણી નહીં કરવી પડે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ તેના ગ્રાહકોનો 6 મહિનાનો EMI માફ કરી દીધો છે
  • કંપનીએ ગુરુવારે ગૃહ વરિષ્ઠ યોજનાનાં અંતર્ગત હોમ લોન લેનાર ગ્રાહકોને આ સુવિધા આપી

LIC હાઉસિંગ ફાઈનાન્સ કંપની તેના ગ્રાહકો માટે ખાસ સુવિધા લઈને આવી છે. જો તમે પણ હોમ લોન લઈને રાખીને છે તો તમારે 6 મહિનાનો EMI નહીં આપવો પડે. એટલે કે કંપનીએ તેના ગ્રાહકોનો 6 મહિનાનો EMI માફ કરી દીધો છે. કંપનીએ ગુરુવારે ગૃહ વરિષ્ઠ યોજનાનાં અંતર્ગત હોમ લોન લેનાર ગ્રાહકોને આ સુવિધા આપી છે. આ સ્કીમ વેતનભોગી ઉધારકર્તાઓની સાથે સાથે પેન્શન લેનાર માટે ડિફોલ્ટ પેન્શન સ્કીમ (DBPS) અંતર્ગત આવે છે.

કઈ EMI પર છૂટ મળશે?
કંપનીએ ગ્રાહકોની 37મી, 38મી, 73મી, 74મી, 121મી અને 122મી EMI પર છૂટ આપશે. ગ્રાહકોને જ્યારે આ EMI ચૂકવશે ત્યારે છૂટનો લાભ મળશે.

કોણ લઈ શકે છે લાભ?
ગૃહ વરિષ્ઠ માર્કેટમાં ઉપલ્ધ એક સારી હોમ લોન પ્રોડક્ટ છે. આ યોજના દ્વારા લોન લેનારની વય મર્યાદા 65 વર્ષ સુધીની હોઈ શકે છે. કંપનીએ પેન્શનર્સ માટે એક ખાસ હોમ લોન પ્રોડક્ટ 'ગૃહ વરિષ્ઠ' પણ જાહેર કરી છે. તેના અંતર્ગત લોનનો સમયગાળો ગ્રાહકની ઉંમર 80 વર્ષ સુધી અથવા મહત્તમ 30 વર્ષ સુધી રાખવામાં આવી છે.

6 EMIની મળશે છૂટ
આ યોજના અંતર્ગત તૈયાર મકાન ખરીદનાર ગ્રાહકને 6 EMIની છૂટ અને બાંધકામ કરવામાં આવેલા માકનો માટે હપ્તાની ચૂકવણી કરવા પર 48 મહિનાની મુદત જેવી સુવિધાઓ પણ મળશે

કંપનીના અધિકારીએ જાણકારી આપી
LIC હાઉસિંગ ફાઈનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાઈ વિશ્વનાથ ગૌડે કહ્યું, ગૃહ વરિષ્ઠ પોતાની ખાસિયતના કારણે જુલાઈ 2020માં લોન્ચ થયા બાદ સારી રીતે ઉભરી આવી છે. કંપનીએ 3000 કરોડ રૂપિયાની લગભગ 15,000 લોનનું વિતરણ કર્યું છે. આ સમયે કંપનીની તરફથી ગ્રાહકોને 6 EMIની છૂટ આપવામાં આવી રહી છે.

કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર?
કંપનીના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં સિબિલ સ્કોર 700 કે તેનાથી વધુ હશે તો 15 કરોડ રૂપિયાની હોમ લોન પર વ્યાજ દર 6.90 ટકાથી શરૂ થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો