તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મહત્ત્વની જાણકારી:તમને હજી સુધી ઈન્કમ ટેક્સ રિફંડ નથી મળ્યું તો, આ રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ કરદાતાઓને રિફંડ મળ્યું છે
 • ઈન્કમ ટેક્સ વિભાગે ટેક્સ રિફંડની તમામ બાબતોનો 31 ઓગસ્ટ સુધી નિકાલ કરવાનો છે

શુક્રવારે ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 88,652 કરોડ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું છે. આ રિફંડ 24 લાખથી વધુ કરદાતાઓને મળ્યું છે. આવી સ્થિતિમાં તો તમને અત્યાર સુધી તમારું રિફંડ નથી મળ્યું તો તમે ઘરેબેઠા તમારું રિફંડનું સ્ટેટસ ચેક કરી શકો છો. જાણો રિફંડ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું....

રિફંડ સ્ટેટસ

 • સૌથી પહેલાં https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જવું
 • અહીં પાન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે વર્ષ ભરવાનું રહેશે
 • હવે તમારે નીચે આપેલો કેપ્ચા કોડ ભરવાનો રહેશે
 • ત્યારબાદ Proceed પર ક્લિક કરતા જ સ્ટેટસ આવી જશે

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પર પણ ચેક કરી શકો છો રિફંડ સ્ટેટસ

 • સૌથી પહેલાં www.incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું
 • પાન, પાસવાર્ડ અને કેપ્ચા કોડ જેવી માહિતી ભરીને તમારે અકાઉન્ટ લોગઈન કરવું પડશે. 'રિવ્યૂ રીટર્ન / ફોર્મ' પર ક્લિક કરો
 • ડ્રોપ ડાઉન મેનૂથી 'ઈન્કમ ટેક્સ રિટર્ન' સિલેક્ટ કરો. જે અસેસમેન્ટ યરનું ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો, તેને પસંદ કરો.
 • ત્યારબાદ તમારે એકનોલેજમેન્ટ નંબર એટલે કે હાઈપર લિંક પર ક્લિક કરવાનું રહેશે
 • એક પોપ-અપ તમારી સ્ક્રીન પર દેખાશે જે રિટર્ન ફાઈલિંગની ટાઈમલાઈન બતાવશે
 • જેમ કે, ક્યારે તમે ITR ફાઈલ અને વેરિફાઈ કર્યું હતું, પ્રોસેસિંગની પૂરી થવાની તારીખ, રિફંડ ઈશ્યૂ થવાની તારીખ વગેરે

શું હોય છે રિફંડ?
કંપની તેના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન તેના પગારમાંથી ટેક્સનો અંદાજિત ભાગ કટ કરીને પહેલાથી જ સરકારના ખાતામાં જમા કરે છે. કર્મચારી વર્ષના અંતમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, જેમાં તે બતાવે છે કે, ટેક્સ તરીકે તેના તરફથી કેટલી ચૂકવણી કરવામાં આવી છે. જો વાસ્તવિક ચૂકવણી પહેલા કટ કરવામાં આવેલા ટેક્સની રકમ કરતાં ઓછી છે તો, બાકીની રકમ રિફંડ તરીકે કર્મચારીને મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો