જો તમે આ દિવાળીએ તમારા ક્રેડિટ કાર્ડથી વધારે શોપિંગ કરી છે અને હવે તમારે તેનું બિલ ભરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી EMI (હપ્તા)માં કરી શકો છો. જો તમે ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી EMIમાં કરવા માગો છો તો તમારે તેના માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે. જે તમારા ખિસ્સા પર બોજ વધારે છે. આજે અમે તમને તેના સંબંધિત જરૂરી જાણકારી જણાવી રહ્યા છીએ.
કેવી રીતે EMIનો ઓપ્શન કામ કરે છે?
જો તમે તમારા ક્રેડિટા કાર્ડ બિલની ચૂકવણી એક સાથે નથી કરી રહ્યા છો તેને EMIમાં બદલી શકો છો. તમે તમારા અનુસાર EMIની અવધિ પસંદ કરી શકો છો. સામાન્ય રીતે બેંક તેના માટે 3 મહિનાથી 24 મહિના સુધીનો સમય આપે છે.
તેની ક્રેડિટ કાર્ડ લિમિટ પર શું અસર થશે?
જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે અને તમે 40,000 રૂપિયા કિંમતની કોઈ વસ્તુ ખરીદો છો અને તેની ચૂકવણી EMI દ્વારા કરો છો તો તમારી ક્રેડિટ લિમિટ 10,000 રૂપિયા કરી દેવામાં આવશે. બિલની જેટલી રકમ EMIમાં રૂપાંતરિત થઈ જાય છે, સામાન્ય રીતે બેંક એટલી કાર્ડ લિમિટને અસ્થાયી રીતે ઘટાડે છે. જે EMIની ચૂકવણીની સાથે ધીમે ધીમે વધે છે.
આ માટે કયા ચાર્જ ચૂકવવા પડશે?
એવું કહેવામાં આવે છે કે દરેક વસ્તુની એક કિંમત હોય છે તેવી જ રીતે જો તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી EMIમાં કરો છો તો તમારે ઘણા પ્રકારના ચાર્જ ચૂકવવા પડે છે. આ રહ્યા તે ચાર્જ...
એક્સ્ટ્રા ઈન્ટ્રેરેસ્ટઃ જો તમે હપ્તામાં બિલ ભરવાનું પસંદ કરો છો તો તમારી પાસે વધારાનું વ્યાજ વસૂલવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજ દર લોનની અવધિથી સંબંધિત હોય છે. સમયગાળો જેટલો લાંબો હશે, વ્યાજ એટલું જ વધારે હશે. સામાન્ય રીતે આ વ્યાજ 1.5થી 2% મહિના સુધી હોય છે.
પ્રોસેસિંગ ફીઃ કેટલીક બેંક પ્રોસેસિંગ ફી ચાર્જ નથી લેતી. જ્યારે ઘણી બેંક 1થી 3% સુધી પ્રોસેસિંગ ફી વસૂલે છે.
GST: તમામ ચાર્જ અને ફી પર 18%ના દરથી GST લાગુ થાય છે.
અહીં જાણો EMI સંબંધિત બિલની ચૂકવણીનું સંપૂર્ણ ગણિત
જો તમે EMI પસંદ કરો છો તો તમારે તેના માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે. ધારો કે, જો તમે 3 મહિનાનો સમયગાળો પસંદ કરો છો તો બેંક તમારી પાસેથી વાર્ષિક 20%ના દરે વ્યાજ વસૂલ કરી શકે છે. ઉદાહરણ તરીકે તમારા ક્રેડિટ કાર્ડ બિલની રકમ 10 હજાર છે. તમે 3 મહિના (90 દિવસ)ના સમયગાળાનો રિ-પેમેન્ટ ઓપ્શન પસંદ કરો છો તો કુલ વ્યાજ 493.15 રૂપિયા [10,000 x (20%/365) x 90] થશે. એવી જ રીતે તમે કોઈપણ સમયગાળા અને EMI માટે વ્યાજનું કેલ્યુકેલેશન કરી શકો છો.
તેમજ જો તમે 12 મહિનાના સમયગાળા માટે EMIનો ઓપ્શન પસંદ કરો છો અને તેના માટે વાર્ષિક 15% વૂસલવામાં આવે છે તો તમારે વ્યાજ તરીકે 1,500 રૂપિયા [10,000 x (15%/365) x 365] આપવા પડશે. તેના પર પ્રોસેસ ફી અને GST અલગથી ચૂકવવા પડશે.
આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?
જો તમે સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ નથી ચૂકવી શકતા તો તમારે બિલ અમાઉન્ટ તરીકે 40% સુધી ફાઈનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. મિનિમમ ડ્યુ અમાઉન્ટની ચૂકવણી ન કરવા પર 1000 રૂપિયા સુધી લેટ પેમેન્ટ ફી અલગથી આપવી પડે છે. તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડી શકે છે. તેથી જો ક્રેડિટ કાર્ડનું બિલ નથી ચૂકવી શકતા તો તેને EMIમાં ચૂકવવું યોગ્ય રહેશે.
અહીં જાણો કઈ બેંક કેટલો ચાર્જ વૂસલે છે
બેંક | વ્યાજ દર (વાર્ષિક) | પ્રોસેસ ફી |
SBI | 22% | EMIમાં રૂપાંતરિત અમાઉન્ટના 2% |
બેંક ઓફ બરોડા | 18% | EMIમાં રૂપાંતરિત અમાઉન્ટના 2% |
HDFC | 18% | EMIમાં રૂપાંતરિત અમાઉન્ટના 2% |
ICICI | 16% | EMIમાં રૂપાંતરિત અમાઉન્ટના 2% |
એક્સિસ બેંક | 18% | EMIમાં રૂપાંતરિત અમાઉન્ટના1.5% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.