જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. આ શનિવારે સામાન્ય રીતે તો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેવાની છે. પરંતુ આ સાથે ગ્રાહકો બેંકની ઇન્ટરનેટ સર્વિસ, યોનો, યોનો લાઇટ, UPI અને મોબાઇલ બેંકિંગનો પણ ઉપયોગ નહીં કરી શકે. આ 2 દિવસ દરમિયાન લગભગ 300 મિનિટ એટલે કે 5 કલાક બેંકની આ ઓનલાઇન સર્વિસિસ ઠપ થઈ જવાની છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ગ્રાહકો કોઇપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.
આ મુદ્દે SBIએ તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર ટ્રવીટ કરીને જણાવ્યું કે, 'અમે અમારા સન્માનિત ગ્રાહકોની માફી માગતા જણાવીએ છીએ કે અમને સહકાર આપો, અમે વધુ સારી બેંકિંગ સર્વિસ આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.' ત્યારબાદ આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, 'અમે 11 ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 11:30 વાગ્યાથી લઇને સવારે 4:30 વાગ્યા સુધી (300 મિનિટ) સુધી IT સર્વિસ વધુ સારી બનાવવાનું કામ કરવાના છીએ.'
ATM સર્વિસ ચાલુ રહેશે
જો કે, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ સર્વિસ, યોનો, યોનો લાઇટ, UPI અને મોબાઇલ બેંકિંગ સર્વિસ ઉપલબ્ધ નહીં રહે. પરંતુ SBIના ATM ચાલુ રહેશે. તેમાંથી ગ્રાહકો પૈસા ઉપાડી શકશે અથવા અન્ય સર્વિસિસનો ફાયદો મેળવી શકશે.
મેન્ટેનન્સના કારણે ઓનલાઇન સર્વિસ ઠપ
SBIએ ટ્વીટ કરીને માહિતી આપી કે, આ સેવાઓ બંધ થવાનું કારણ મેન્ટેનન્સનું કામ છે. દેશની સૌથી મોટી બેંક SBIની ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ 1.9 કરોડ લોકો કરે છે. તેમજ, યોનો પર રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા 3.45 કરોડ પાર છે, જેની પર દરરોજ લગભગ 90 લાખ લોકો લોગઇન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.