તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • If You Have An Account With One Of These Banks You Will Not Be Able To Withdraw PF Money, Update Your Account Now

કામની વાત:જો આ બેંકોમાં તમારું અકાઉન્ટ છે તો તમે PFના પૈસા ઉપાડી શકશો નહીં, અત્યારે જ તમારા ખાતાને અપડેટ કરો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંધ્ર બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંકના IFSC કોડ અમાન્ય થઈ ગયા છે
 • EPFOએ PF અકાઉન્ટ ધારકોને તેમના ખાતાને અપડેટ કરવા માહિતી બહાર પાડી

જો તમે તમારા PFના પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા હોય તો સૌથી પહેલા તમારે તમારી બેંક ડિટેઈલ્સ PF અકાઉન્ટમાં અપડેટ કરાવી પડશે. નહીં તો તમે PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. જો તમારું અકાઉન્ટ તે બેંકોમાં હતું, જેનું હાલમાં મર્જર થયું છે તો આ કામ આજે જ કરી લો. જે બેંકોનું મર્જર થયું છે, હવે તેનો IFSC કોડ બદલાઈ ગયો છે. તેને ધ્યાનમાં રાખતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ તમામ PF અકાઉન્ટ ધારકોને તેમના અકાઉન્ટને અપડેટ કરવા માહિતી બહાર પાડી છે.

મર્જર થયેલી બેંકોનો IFSC કોડ બદલાઈ ગયો
હકીકતમાં, કેટલીક સરકારી બેંકોનું મર્જર થયા બાદ તેના IFSC કોડ 1 એપ્રિલ 2021થી અમાન્ય થઈ ગયા છે, જેના કારણે તેમના ક્લેમ પાસ નથી થઈ રહ્યા. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ PF અકાઉન્ટ હોલ્ડર્સને માહિતી આપી કે, તેઓ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં તેમના બેંક ખાતાની માહિતીને અપડેટ કરાવી લે. સરકારે થોડા દિવસો પહેલા જ નોન રિફંડેબલ PF એડવાન્સની જાહેરાત કરી છે, જેથી કોરોના મહામારીમાં લોકો પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે. તેના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઈન બંને પ્રકારે કરી શકાય છે. પરંતુ PF અકાઉન્ટમાં તમારા બેંક ખાતાની ડિટેઈલ અપડેટ નહીં હોય તો તમને ક્લેમ મળવામાં મુશ્કેલી થશે.

આ બેંકોના ખાતાધારકોએ અકાઉન્ટ અપડેટ કરાવવું પડશે
EPFO દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આંધ્ર બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેંકના IFSC કોડ અમાન્ય થઈ ગયા છે. જો PF અકાઉન્ટમાં આ બેંકોનું અકાઉન્ટ લિંક છે તો મેમ્બર ઓનલાઈન ક્લેમ નહીં કરી શકે. ઓનલાઈન ક્લેમ કરવા માટે તેને PF અકાઉન્ટમાં બેંક ડિટેઈલને અપડેટ કરાવી પડશે.

બેંક અકાઉન્ટ અપડેટ કરવા માટેની પ્રોસેસ

 • સૌથી પહેલા EPFOના યુનિફાઈડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું
 • અહીં UAN અને પાસવર્ડ નાખીને લોગઈન કરો
 • હવે ‘મેનેજ’ ટેબ પર ક્લિક કરો
 • તમારી સામે એક ડ્રોપ ડાઉન મેન્યૂ આવશે. આ મેન્યૂમાં KYC સિલેક્ટ કરો
 • અહીં તમે તમારો બેંક અકાઉન્ટ નંબર દેખાશે. તેના પર ક્લિક કરીને નવો IFSC દાખલ કરો અને સેવ કરો
 • આ જાણકારીને એમ્પ્લોયર દ્વારા અપ્રૂવ થયા બાદ તમારી અપડેટેડ બેંક ડિટેઈલ્સ અપ્રૂવ્ડ KYC સેક્શનમાં દેખાશે

જો એમ્પ્લોયર અપ્રૂવ ન કરે તો આ પ્રોસેસ કરો
જો તમારા એમ્પ્લોયર બેંક ડિટેઈલ્સ અપડેશન રિક્વેસ્ટને એક્સેપ્ટ નથી કરી રહ્યા તો સૌથી પહેલા તમે કંપનીના HR ડિપાર્ટમેન્ટ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે આ વિશે વાત કરો. તેમ છતાં પણ ડિટેઈલ્સ અપ્રૂવ થવામાં વધારે સમય લાગી રહ્યો હોય તો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરો. તેમ છતાં કંપનીની તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો EPF Grievance પર ફરિયાદ કરો.