જો તમારું અકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે અને તમે ડેબિટ, ATM અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. બેંકની તરફથી દેશના કરોડો ગ્રાહકો માટે એક અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લાલા, પીળા અને લીલા રંગ દ્વારા પાસવર્ડનું ગણિત સમજાવવામાં આવ્યું છે. જાણો તેના વિશે ડિટેઈલમાં...
બેંકે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
બેંકે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, પાસવર્ડ રાખતી વખતે જો લીલો રંગ આવે છે તો તેનો અર્થ એ થયો કે તમારો પાસવર્ડ સેફ છે. તમારે તેના માટે અપરકેસ લેટર, લોઅરકેસ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબરને ઉમેરીને પાસવર્ડ બનાવવો જોઈએ, તેનાથી પાસવર્ડ સ્ટ્રોંગ બને છે. પાસવર્ડ બનાવતી વખતે ગ્રીન માર્કનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
જાણો, બેંકના લાલ, પીળા અને લીલા રંગનો શું અર્થ છે-
બેંક ઓફ બરોડાના આ લીલા રંગના અલર્ટનો અર્થ છે કે, તમારો પાસવર્ડ સ્ટ્રોંગ છે. તે સિવાય પીળા કલરનો અર્થ છે કે તમારો પાસવર્ડ એવરેજ છે. તેમજ લાલ કલરનો અર્થ થાય છે કે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ નથી. આપણે પાસવર્ડ બનાવતી વખતે લાલ, પીળા અને લીલા માર્કનું ધ્યાન રાખવું જરૂરી છે.
લીલા રંગમાં વધારે સિક્યોર છે તમારો પાસવર્ડ
તે સિવાય બેંકે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે 'હરિયાળી' માત્ર ધરતી જ નહીં તમારો પાસવર્ડ પણ સુરક્ષિત છે. લીલો રંગ એક રીતે દર્શાવે છે તે તમારો પાસવર્ડ કેટલો સિક્યોર છે.
બેંકે તાજેતરમાં વ્હોટ્સએપ સર્વિસ શરૂ કરી
બેંક ઓફ બરોડાએ વ્હોટ્સએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરી છે. હવે તમારા વ્હોટ્સએપના ચેટ બોક્સમાં તમે બેંકિંગ સંબંધિત તમામ જાણકારીઓ મેળવી શકો છો. તેના માટે તમારે બેંક દ્વારા આપવામાં આવેલા એક નંબર પર મેસેજ કરવો પડશે. બેંકની તરફથી જાહેર કરવામાં આવેલ નંબર 8433 888 777 પર તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ‘Hi’લખીને મેસેજ કરવો પડશે. ત્યારબાદ તમે વ્હોટ્સએપ દ્વારા બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.