કોરોના સંકટ અને લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા દેશની સરકારી બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા તમે ઘરેબેઠા વ્હોટ્સએપ દ્વારા બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. તેના માટે તમારે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. તમારે માત્ર બેંકના વ્હોટ્સએપ નંબરને તમારા મોબાઈલમાં સેવ કરવો પડશે અને ત્યારબાદ તમને બેંકની ઘણી સુવિધાઓ વ્હોટ્સએપ પર જ મળી જશે. જાણો આ સુવિધાનો લાભ કઈ રીતે લઈ શકાય છે.
બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને વ્હોટ્સએપ બેંકિંગ દ્વારા જાણકારી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે, BOBની વ્હોટ્સએપ બેંકિંગની સાથે તમે 24x7 બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. તમે તમારું બેલેન્સ ચેક કરવા, મિની સ્ટેટમેન્ટ, ચેક બુક રિક્વેસ્ટ, ચેક બુક સ્ટેટસ અને ઘણી અન્ય સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો.
કયા લોકોને સુવિધા મળશે
બેંકની આ ખાસ સુવિધા માત્ર તે લોકોને મળશે, જેમનો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ છે. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નહીં હોય તો તમને આ સુવિધાનો લાભ લેવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે.
સૌથી પહેલા રજિસ્ટર કરો
વ્હોટ્સએપ બેંકિંગ કરવા માટે તમારે સૌથી પહેલા તમારો નબંર રજિસ્ટર્ડ કરાવવો પડશે. તમારે બેંકના બિઝનેસ અકાઉન્ટ નંબર 8433 888 777ને તમારા મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવો પડશે. ત્યારબાદ આ નંબર પર ‘HI’ લખીને મોકલો અને વાતચીત શરૂ કરો. આ વાતચીત પરથી એવું માનવામાં આવશે કે તમે વ્હોટ્સએપ બેંકિંગના નિયમો અને શરતોથી સહમત છો.
આટલી બેંકિંગ સુવિધાઓ મળશે
આ બેંકો પણ વ્હોટ્સએપ બેંકિંગની સુવિધા આપે છે
બેંક ઓફ બરોડા સિવાય ICICI Bank, HDFC Bank અને કોટક મહિન્દ્રા બેંક પણ વ્હોટ્સએપ બેંકિંગની સુવિધા આપી રહી છે. વ્હોટ્સએપ દ્વારા ગ્રાહકોને રિયલ ટાઈમ સુવિધા મળી રહી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ સુવિધા માટે ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.