તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Have Also Taken A Home Loan, You Can Get Millions In Income Tax Exemption

ટેક્સ સેવિંગ ટિપ્સ:જો તમે પણ હોમ લોન લીધી છે તો તમને ઈન્કમ ટેક્સમાં લાખોની છૂટ મળી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020-21 માટે 31 માર્ચ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું છે. જો તમે હોમ લોન લીધી છે તો તમારે તેના પર મળતી ટેક્સ છૂટ વિશે જાણવું જોઈએ. તમે સેક્શન 80C અને 24(b) સહિત ઘણી અન્ય સેક્શન અંતર્ગત લોન પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. આજે અમે તમને હોમ લોન પર મળતી ટેક્સ છૂટ વિશે જણાવી રહ્યા છીએ.

​​​​​​​મૂળધન પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ લઈ શકો છો
હોમ લોન લેતી વખતે શરૂઆતમાં મૂળધનની ચૂકવણી કરવી પડે છે. કોઈપણ નાણાકીય વર્ષમાં સેક્શન 80C અંતર્ગત મૂળધનની ચૂકવણી પર 1.5 લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સમાં ડિડક્શન મળે છે. તે સિવાય આ સેક્શન અંતર્ગત તમે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જ અને બીજા ખર્ચ જે પ્રોપર્ટી ખરીદવા દરમિયાન કરવામાં આવે છે તેના પર ટેક્સ બેનિફિટ માટે ક્લેમ કરી શકો છો. તેના માટે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકાય છે. આ તે જ વર્ષે થઈ શકે છે જેમાં તમારા ખર્ચા થયા હોય.

સેક્શન 24(b) અંતર્ગત લોનના વ્યાજ પર છૂટ મળશે
હોમ લોન પર વ્યાજને બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે- બાંધકામ પૂરું થયા પહેલાનું વ્યાજ અને બાંધકામ પૂરું થઈ ગયા બાદના સમયગાળાનું વ્યાજ. બાંધાકમ પૂરું થઈ ગયાના સમયગાળામાં ચૂકવણી કરવામાં આવેલા વ્યાજ માટે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 24b અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. ભાડેથી લીધેલી સંપત્તિ પર વ્યાજ કપાતની માગ માટે ક્લેમ કરવાની કોઈ હાઈ લિમિટ નથી. આ ડિડક્શનનો દાવો ફક્ત એ જ વર્ષથી જ કરી શકાય છે જેમાં મકાનનું નિર્માણ પૂરું થયું છે.

ઘણીવખત લોકો બાંધકામ હેઠળની પ્રોપર્ટી માટે હોમ લોન લે છે અને પાછળથી તેનું પઝેશન મળે છે. પરંતુ હોમ લોનની ચૂકવણી લોન લીધા પછી તરત શરૂ થઈ જાય છે. આવા લોકો માટે સેક્શન 24bની અંદર બાંધકામ પૂર્ણ થયા પહેલાં 5 વર્ષ સુધીના વ્યાજ પર 5 વર્ષ (5 સમાન હપ્તામાં) સુધીના ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકાય છે. એ વાત ધ્યાનમાં રાખો કે, આમાં મેક્સિમમ સેક્શન 24b હેઠળ જ ફક્ત 2 લાખ રૂપિયા સુધીની હાઈ લિમિટ છે, જેની પર ક્લેમ કરી શકાય છે.​​​​​​​

સેક્શન 80EE અંતર્ગત 50 હજારની છૂટ મળશે
સેક્શન 80EE ઘરના માલિકોને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ના વધારાના કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, લોન રૂ. 35 લાખથી વધુ ન હોવી જોઇએ અને મિલકતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. આ ઉપરાંત, કોઈ વ્યક્તિ પાસે લોન મંજૂરીના સમયે તેના નામે અન્ય કોઈ સંપત્તિ નોંધાયેલી હોવી જોઈએ નહીં.​​​​​​​

હોમ લોનના વ્યાજની ચૂકવણી પર 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ
ગત વર્ષે બજેટમાં 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે લેવામાં આવેલી હોમ લોનના વ્યાજની ચૂકવણી પર વાર્ષિક 1.5 લાખ રૂપિયાના વધારાના ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવી હતી. આ છૂટને વધારીને હવે માર્ચ 2022 સુધી કરવામાં આવી છે. સેક્શન 80EEA અંતર્ગત ટેક્સ છૂટ માટે પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 45 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. આ છૂટ માત્ર પહેલી વખત ઘર ખરીદનાર વ્યક્તિ જ લઈ શકે છે. કેટલાક દિવસો પહેલા જાહેર થયેલા બજેટ 2020માં આ સેક્શનના ફાયદાને એક વર્ષ માટે વધારવામાં આવ્યા છે અને હવે આ સેક્શન અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો 31 માર્ચ 2021 સુધી મળશે. ​​​​​​​

મહત્તમ 3.5 લાખ રૂપિયા ટેક્સ ડિડક્શન લઈ શકાય છે
સેક્શન 80E અને 80EEA અંતર્ગત વ્યાજ ચૂકવણી માટે કપાત ઈન્કમ ટેક્સ સેક્શન 24b અંતર્ગત ઉપલબ્ધ 2 લાખ રૂપિયાની કપાતની વધારાની છે. આ કપાતનો મહત્તમ લાભ ઉઠાવવા માટે સેક્શન 24 અંતર્ગત 2 લાખ રૂપિયાના કપાતનો લાભ પહેલા લેવો જોઈએ. કરદાતા હોમ લોન પર વ્યાજ માટે કુલ 3.5 લાખ રૂપિયા કપાતનો દાવો કરી શકે છે.